વાંકાનેરમાં અગાઉ થયેલ મારામારી નો ખાર રાખીને છ જેટલા શખ્સોએ યુવાન પર લાકડી વડે ઢોર માર માર્યો હતો.
જેમાં વધુ વિગત મુજબ વાંકાનેર ના પીપળીયા રાજ ગામે રહેતા મોહમદસીરાજભાઈ યુનુસભાઈ શેરશિયા (ઉ.૩૦) વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતાને પાંચ વર્ષ પહેલાં આરોપીઓ મામદ હુસેન લાખા, ઇસ્માઇલ અસલમ,આદિલ કરીમ લાખા, મુનાફખાન યુસુફખાન, ફિરદોશ મુનાફ જુનેજા ,અને એક અજાણ્યા શખ્સ સાથે મારા મારી થયેલ હોય જેનો ખાર રાખી આ તમામ આરોપીઓ એ વાંકાનેર માં આવેલ બાપુના બવાલા પાસે હનુમાનજીના મંદિર પાસે આવી ફરિયાદી મોહમદસીરાજભાઈ ને ગાળો આપી લાકડી જેવા હથિયારો વડે તૂટી પડ્યા હતા અને લાકડાના ધોકા થી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.