મોરબી જિલ્લામાં ગતરોજ મોરબી જિલ્લા પોલીસે જુગાર અંગે જુદા જુદા બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને જાહેરમાં જુગાર રમતા કુલ છ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
પ્રથમ દરોડામાં, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હળવદ ટાઉન ખાતે વોરાવાડમાં ખુલ્લી શેરીમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી ફયાઝભાઈ યાકુબભાઈ ભટ્ટી (રહે.ખત્રીવાડ મોરબી દરવાજે તા.હળવદ જી. મોરબી), યુનુસભાઈ ભચુભાઈ સિપાઈ (રહે.મોટું ફળીયું હળવદ તા.હળવદ જી.મોરબી) તથા જયેશભાઈ ઉર્ફે ટીનો પ્રદિપભાઈ જોષી (રહે. હળવદ વોરાવાડ તા.હળવદ જી.મોરબી) નામના પત્તાપ્રેમીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી રોકડ રૂ.૧૦,૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે મોરબી લાતીપ્લોટ શેરીનં.૩/૪ વચ્ચે જુગાર રમતા ઈસમો પર રેઇડ કરી હતી. અને જુગાર રમતા મોસીનભાઇ સલીમભાઇ મોવર (રહે.મોરબી મચ્છી પીઠ), કૈલાશભાઇ લાખુભાઇ જાદવ (રહે.મોરબી કાલીકા પ્લોટ શેરી નં.૪) તથા અલ્લારખાભાઇ હુશેનભાઇ રાઉમા (રહે.પંચાસર રોડ ભારતપરા મોરબી) નામના ઈસમોની અટકાયત કરી હતી. અને તેમની પાસેથી જુદા જુદા દરની ભારતીય ચલણીની રૂ.૧૦,૮૦૦/-ની રોકડા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.