Thursday, December 26, 2024
HomeGujaratમોરબીનાં સીપાઇવાસમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબીનાં સીપાઇવાસમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઝડપાયા

મળતી માહિતી મુજબ ગઈકાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમના નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમી આધારે મોરબીના સીપાઇવાસમાં ઝવેરી શેરીમાં રહેતા હાજીશા અલારખાશા શાહમદાર (ઉ.વ.૩૯)ના રહેણાંક મકાનમાં છ શખ્સો ગંજીપતાના પાના અને પૈસા વતી રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.૬૧,૨૦૦ કબ્જે કર્યા છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ હાજીશા અલારખાશા શાહમદાર, મહમદભાઇ સીદીકભાઇ દીવાન, સોયબભાઇ અશરફભાઇ નાગોરી, મોસીનભાઇ વલીમામદભાઇ માંડકીયા, અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી અને ઇરફાનભાઇ ઇસ્માઇલભાઇ જુનાણી વિરુધ્ધ જુગાર ધારા કલમ ૪-૫ મૂજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!