મોરબી શહેર અને જિલ્લાભરમા કમોસમી વરસાદે કહેર વાર્તાવવાનું શરૂ કર્યું છે જેને પગલે આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વર્ષી રહ્યોં છે બીજીબાજુ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વેરી બનતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.
મોરબીમાં બે દિવસ વાદળછાયા વાતાવરણ બાદ આજે વરસાદી ઝાપટું વરસતા વતાવરણમાં ઠંડક પ્રસરી હતી.મોરબી શહેરના દરબારગઢ, સાવસર પ્લોટ, નવા બસ સ્ટેન્ડ, રવાપર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકોએ શિયાળામાં શ્રાવણનો અહેસાસ કર્યો હતો.
કમોસમી વરસાદ થી વાતવરણ માં ટાઢક વ્યાપી હતી પરંતું જગતના તાતના હૈયે ભારે ઉકળાટ ઉભો થયો છે. કારણકે એક બાજુ ચોમાસુ પાક તૈયાર છે આવા સમયે વરસાદથી પાકને મોટા પાયે નુકસાનિની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે માળીયા તાલુકાના કુંભરીયા, ખાખરેચી, વેણાસર, વેજલપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ હોવાથી ખેતી પાકને બચાવવા ધરતી પુત્રો દિન રાત એક કરી કામે વળગ્યા છે.