Thursday, October 10, 2024
HomeGujaratમોરબીના મજુર અધિકારીની મનમાની સામે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી દ્વારા મંત્રી બ્રિજેશ મેરજાને...

મોરબીના મજુર અધિકારીની મનમાની સામે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી દ્વારા મંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત

મોરબીનાં સરકારી મજુર અધિકારી તરીકે ફરજ બજાવતા હીરાણીના તોછડા વર્તન અને આળસુ વહીવટથી લોકો તોબા પોકારી ગયા છે આ આધિકારી પોતાની મનમાની ચલાવી મજુરોને જવાબ આપતા ન હોઈ અને નિષ્ઠાથી કામ ન કરતા હોવાની રાવ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજુઆત કરી છે

- Advertisement -
- Advertisement -

રમેશભાઇએ રજુઆતમાં જણાવ્યું કે મોરબીનાં સરકારી લેબર ઓફિસર હીરાણી પોતાની મનમાની જવાબ આપતા નથી. શ્રમિકોના કામ માટે માર્ગદર્શન લેવા છેલ્લા ત્રણ દિવસથી વારંવાર મોબાઈલ ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તેઓ ફોન પર વાત કરતા નથી. એટલું જ નહી તેમનો નંબર અન્ય મોબાઈલમાં ડાઈવર્ટ કરી બ્લોક લીસ્ટમાં મુકી દે છે. હાલ ઈ – શ્રમિક કાર્ડ અંગે શ્રમિકો પૂછવા છતાં ઉડાઉ જવાબ આપી લોકોને ઘરભેગા કરી દે છે અને આ બાબતની અમને કોઈ કોઈ જાણકારી આપતા નથી. જેથી લાભાર્થીઓમાં આ પ્રકારની કામગીરીથી રોષ ભભૂક્યો છે. અને આળશુ અધિકારીના પાપે શ્રમિકો પરેશાની ભોગવી રહ્યા છે.શ્રમિકોને હાજરી કાર્ડ પણ ન આપતા હોવાની અને નામો રજિસ્ટરમાં ન ચડાવાતા હોવાની પણ શ્રમિકોમાં ફરિયાદ ઊઠી રહી છે. આ બાબતે રજુઆત સાંભળતા નથી અને મોબાઈલ ફોન ડાઈવર્ટ કરે છે.

એટલું જ નહીં તેઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ઔધોગિક એકમોમાં મોટા પાટે ગેરરીતીઓ ચાલી રહી છે અનેક એકમોમાં અનધિકૃત લેબર કોન્ટ્રાકટરો પ્રવૃત છે તેમની સામે પગલા લેવાતા નથી. કોના આશીર્વાદથી આ પ્રવુતિ ચાલી રહી છે તે પણ એક ચર્ચાનો વિષય છે. આ તમામ સમસ્યાના ઉકેલ માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!