મોરબી- જેતપર રોડ, શાપર ગામની સિમમા કેનાલની બાજુમા અને રંગપર ગામની સિમમા આવેલ વેન્ગાટો સિરામિકની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામા SMC દ્વારા દારૂનું કટીંગ અને વેચાણ પણ રેઇડ પાડવામાં આવી હતી. SMC દ્વારા ૨૩૬ લિટર દેશી દારૂ કિંમત રૂ. ૪૭,૨૦૦/-, રોકડ રૂ. ૧૫,૯૫૦/-, ત્રણ મોબાઇલ કિંમત રૂ. ૧૫,૦૦૦/-, ત્રણ વાહન કિંમત રૂ. ૯૦,૦૦૦/- અને ત્રણ પ્લાસ્ટિકના તબ કિંમત રૂ. ૩૦૦ મળી કુલ ૧,૬૮,૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, SMC ટીમ ના પી.એસ.આઇ. એ.વી.પટેલ ની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોરબી-જેતપર રોડ, શાપર ગામની સિમમા કેનાલની બાજુમા અને રંગપર ગામની સિમમા આવેલ વેન્ગાટો સિરામિકની બજુમા આવેલ ખુલ્લી જગ્યામા દેશી દારૂનું કટીંગ અને વેચાણ કરતા ઈસમો પર રેઇડ પાડવામાં આવી હતી. SMC રેઇડ પાડી ૨૩૬ લિટર દેશી દારૂ કિંમત રૂ. ૪૭,૨૦૦/-, રોકડ રૂ. ૧૫,૯૫૦/-, ત્રણ મોબાઇલ કિંમત રૂ. ૧૫,૦૦૦/-, ત્રણ વાહન કિંમત રૂ. ૯૦,૦૦૦/- અને ત્રણ પ્લાસ્ટિકના તબ કિંમત રૂ. ૩૦૦ મળી કુલ ૧,૬૮,૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ સાથે સુનિલસિંગ બ્રીજરાજસિંહ ઠાકુર (દેશી દારુનુ વેચાણ કરનાર), સિરાજ ફારુકભાઈ ભટ્ટી ( દેશી દારૂ પુરો પડનાર),વિજયડોગો સિંગરાજડોગો, જીતેન્દોગો ધર્મેન્દ્રડોગો, રામાયણદોગો દુગાડોગો, જયદેવગોપ બિપિંગોપ, શૈલેષસિંગ કુટિયા પત્રાસિંગ કુટીયા, મનોહર બોદરા સુશીલ બોદરા. ( ૩ થી ૮ દારૂ લેવા આવનાર), જીતેન્દ્ર મનુભાઈ વરાણીયા, નાનુલાલ બાબુલાલ ગીરવાલ, મનસુરભાઈ હુશેનભાઈ હિંગરોજા, શુશીલ અભેલભાઈ નંદની અટકાયત કરવામાં આવી છે.
જ્યારે છ આરોપી તૈયબ ગુલામભાઈ માણેક(દેશી દારુનો ધંધો કરનાર મુખ્ય આરોપી), મનસુખ ઉર્ફે મચ્છો રમેશભાઈ કોળી)(દેશી દારુનો ધંધો કરનાર મુખ્ય આરોપી),મનોજ કોલી(દેશી દારુનો ધંધો કરવાના મુખ્ય આરોપીનો પાર્ટનર), નાટો, સિકંદર અને દેશી દારુનો જથ્થો પુરો પાડનારને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં છે.