Saturday, October 12, 2024
HomeGujaratમોરબી:માનસિક અસ્વસ્થ સીરામીક શ્રમિકે પોતાના જ ગળે ચપ્પુ મારી દેતા રાજકોટ સારવારમાં...

મોરબી:માનસિક અસ્વસ્થ સીરામીક શ્રમિકે પોતાના જ ગળે ચપ્પુ મારી દેતા રાજકોટ સારવારમાં મૃત્યુ

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના હરિપુર ગામનો રહેવાસી હાલ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક આવેલ બ્લીસ-ક્લે કારખાનાની લેબર કોલોનીમાં રહેતા જાલમ જયરામ ભીલાલા ઉવ.૩૯ નામનો યુવક માનસિક અસ્થિર હોય ત્યારે ગત તા. ૨૭/૦૯ના રોજ વહેલી સવાર કોલોનીના રૂમમાં પોતાની જાતે ગળાના ભાગે ચપ્પુ ચલાવી પોતાને ઇજાઓ પહોંચાડી હતી જેથી તેને સારવાર અર્થે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો જ્યાં ટૂંકી સારવારમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃત્યુના બનાવ અંગે પોલીસને જાણ કરતા રાજકોટ પ્રદ્યુમન પોલીસ ચોકી ટીમ સ્થળ ઉલર આવી ઇન્કવેસ્ટ પંચનામું કરી લાશને પીએમ માટે સોંપી આપેલ હોય જે કાયદાકીય કામગીરી પૂર્ણ કરી દસ્તાવેજી કાગળો કરાયા બાદ મોરબી તાલુકા પોલીસ ખાતે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!