મોરબી જીલ્લામાં વધુ એક વખત ચોરોએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં તસ્કરોએ બાથરૂમની બારી તોડી ફ્લેટમાં પ્રવેશી રૂ.૧,૭૦,૦૦૦/-ની મત્તાની ચોરી કરી હતી. જે મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી રવાપર પ્રાથમીક શાળા સામે ભુમીપેલેસ સાતમા માળે બ્લોકનં.૭૦૩માં રહેતા કૈલાશભાઇ પ્રાગજીભાઇ જીવાણી તથા તેનો પરિવાર ગત તા.૧૬/૨/૨૦૨૩ ના રોજ બપોરના સમયે બહાર ગયો હતો. ત્યારે ખાલી ઘરનો લાભ લઇ અજાણ્યા ચોર ઈસમોએ ફલેટમા પાછળના દરવાજેથી પ્રવેશ કરી બાથરૂમની બારી તોડી રૂમમા પ્રવેશ કર્યો હતો. અને કબાટમાથી સોનાની માળા તથા સોનાની બંગડી મળી રૂ.૧,૬૦,૦૦૦/-ની ચીજ વસ્તુઓ તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૭૦,૦૦૦/-ના મુદામાલની ચોરી કરી લઇ જતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.