Thursday, January 23, 2025
HomeGujaratમોરબીમાં પેટ્રોલીયમના ગોડાઉનની દીવાલ કૂદી ત્રાટકેલા તસ્કરો રોકડ, ડિઝલ ચોરી ગયા

મોરબીમાં પેટ્રોલીયમના ગોડાઉનની દીવાલ કૂદી ત્રાટકેલા તસ્કરો રોકડ, ડિઝલ ચોરી ગયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકેથી ૦૧ કિમી દુર આવેલ ડેકોર સીરામીકની બાજુના પેટ્રોલીયમના ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને ડીઝલની ચોરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ અંગે આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધાઈ છે.૮એ નેશનલ હાઇવેપ્લોટ નં.૧૫ સર્વે નં.૧૯૧,માં આવેલ ક્રુષીતભાઇ મંગળજીભાઇ સુવાગીયા (રહે. શીવમ પાર્ક સોસા. માધવ હોલની બાજુમા,મોરબી-૨ મુળ ગામ- આકોલવાડી)ના ખોડીયાર પેટ્રોલીયમ નામના ગોડાઉનની દીવાલ કુદીને રાત્રીના સમયે આરોપી લાલજીભાઇ રણછોડભાઇ ધોળકીયા, રવિભાઇ જગદિશભાઇ ભીમાણી અને નિકુલભાઇ દિલિપભાઇ ભીમાણી નામના શખ્સોએ અંદર પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન ઓફીસના ટેબલના ખાનામા રાખેલ રૂપિયા ૧૦૦૦ રોકડા તથા આશરે ૬૭૫૦ની કિંમતના ૭૫ લીટર એલ.ડી.ઓ.(ડીઝલ) સહિત રૂ.૭૭૫૦ ની ચોરી કરી કરી લઈ ગયા હતા આ અંગે ક્રુષીતભાઇએ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!