છેલ્લા કેટલાક દિવસો થી હળવદ તાલુકામાં તસ્કર ગેંગ સક્રિય થઈ છે જેને ઝડપી પાડવા હળવદ પોલીસ દ્વારા તમામ શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે વધું કે ચોરીનો બનાવ પ્રકાશ માં આવ્યો છે.
જેમાં હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા અજીતસિંહ વિરમભાઈ પરમાર (ઉ.વ. ૩૩રહે. કવાડિયા તા.હળવદ) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૦૧/૦૬ ના રોજ રાત્રીના સમયે તેઓના ઘરની સિમેન્ટની બારી તોડી ને અજાણ્યા ચોર રૂમ માં પ્રવેશી પેટી પલંગમાં રાખેલ રોકડ રકમ રૂ.૨૧૦૦૦/- તથા સોનાના દાગીના જેમા એક સોનાનો હાર ચાર તોલાનો કિ.રૂ.૬૦૦૦૦/- , સોનાની બુટ્ટી નંગ-૦૪ જે ૨ તોલા વજન ની કિ.રૂ.૩૦,૦૦૦/-, એક સોનાની ચેઈન બે તોલા વજન ની કિ.રૂ.૨૦,૦૦૦/- , એક સોનાની નથ નો હાર અડધા તોલા વજન નો કિ.રૂ.૫૦૦૦/-, એક કાનમા પાછળ પહેરવાની સોનાની સાંકળી ૨ તોલા વજન ની કિ.રૂ.૨૦,૦૦૦/- , એક સોનાનો ચાંદલો અડધા તોલા વજન નો કિ.રૂ.૫,૦૦૦/-, સોનાની બુટ્ટી નંગ ૦૨ એક તોલા વજન ની કિ.રૂ.૧૦,૦૦૦/- એમ કુલ ૧૨ તોલા સોનુ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૨૧,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧,૭૧,૦૦૦/- ની માલમતાની ચોરી થવા પામી છે.
જેને લઈને હળવદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશન પીએસઆઈ વી.આર.શુકલ ચલાવી રહ્યા છે.