Thursday, January 9, 2025
HomeGujaratહળવદની મહર્ષિ ટાઉનશીપમાં તસ્કરોનો તરખાટ:એકસાથે પાંચ જેટલા મકાનોના તાળા તૂટ્યા

હળવદની મહર્ષિ ટાઉનશીપમાં તસ્કરોનો તરખાટ:એકસાથે પાંચ જેટલા મકાનોના તાળા તૂટ્યા

હળવદ શહેરની મહર્ષિ ટાઉનશીપમાં દર વર્ષે ચોરીના બનાવો સામે આવે છે. જેમાં શહેરની મહર્ષિ ટાઉનશીપમાં ગત મોડી રાત્રે પરિવારજનો ગામડે ગયા હોય અને બંધ મકાનનો લાભ લઈ પાંચ જેટલા મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રાથમિક માહિતી અનુસાર હળવદ ના મહર્ષિ ટાઉન શિપ વિસ્તારના રહેતા ભગવાનભાઈના મકાનમાંથી ત્રણ જેટલી સોનાની વીટી તેમજ ચેઈનની ચોરી થઈ હોવાની તેમજ સંદિપભાઈ સુરેલાના મકાનમાંથી રોકડ રકમ સાત હજાર, રાજુભાઈ દરજીના મકાનમાંથી સામાન અસ્તવ્યસ્ત હોય અને મકાન માલિક હાજર ન હોવાથી આંકડો જાણી શકાયો નથી.તો સાથે રોનકભાઈના મકાનમાંથી બહારનો દરવાજો તોડી પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. અને પાંચમાં બળદેવભાઈના મકાનમાં પણ પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ થયો હતો. જોકે કુલ કેટલા મુદામાલ ની ચોરી થઈ છે તે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જાણી શકશે હાલ હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!