Wednesday, December 25, 2024
HomeGujaratહળવદના દેવીપુર ગામે મકાનમાં ખાતર પાડી 4.95 લાખની મત્તા ઉસેડી જતા તસ્કરો

હળવદના દેવીપુર ગામે મકાનમાં ખાતર પાડી 4.95 લાખની મત્તા ઉસેડી જતા તસ્કરો

મોરબી જિલ્લામાં વધુ એક ઘર ફોડ ચોરીનો બનાવ સામે આવ્યો છે.જેમાં હળવદ તાલુકાના દેવીપુર ગામે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી 4. 95 લાખનો મુદામાલ ઉસેડી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરીયાદ અનુસાર હળવદ તાલુકાના દેવીપુર ગામમાં રહેતા મનોજ ઓધવજી પીપળીયાના મકાનમાં ૧ મેના રોજ મોડી રાત્રે દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમા રાખેલ કબાટના તાળા તોડી સોના ચાંદીના દાગીના કિમત રૂ.૪,૮૦૬૦૦ અને રોકડ રૂપીયા ૧૫૦૦૦ મળી કુલ રૂપીયા ૪,૯૫૬૦૦ ના મુદામાલની ચોરી કરી નાસી છૂટયા હતા. જેને પગલે દેવીપુર ગામે રહેતા મનોજ ઓધવ પીપળીયા એ હળવદ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કલમ ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધી હળવદ પીઆઇ કે.જે.માથુકીયાએ અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા કવાયાત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!