પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના માનસર ગામે રહેતા અને ખેતી કામ કરતાં નરેન્દ્રભાઈ ગટુરભાઈ બાવળીયા જાતે કોળી (ઉ.વ.૨૪) ના બંધ મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમો ત્રાટક્યા હતા અને તેના મકાન તેમજ અન્ય એક મકાનને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપી ફરીયાદીના મકાનના રૂમમાં રાખેલ કબાટનો દરવાજો ચાવીથી ખોલી તેમા રાખેલ સોનાના અલગ અલગ દાગીના વજન આશરે ૭ થી ૮ તોલા કિમત રૂ.૧,૩૦,૦૦૦/- તથા ચાંદીના દાગીના અલગ અલગ વજન આશરે ૩૦૦ ગ્રામ રૂ.૧૦,૦૦૦/- તથા સાહેદ વાઘજીભાઈ શીવાભાઈ કોળીના મકાનના રૂમની પાછળની બારી તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાડના લોક તોડી અંદરથી ચાંદીના અલગ અલગ દાગીના વજન આશરે ૫૦૦ ગ્રામ રૂ.૧૫,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૪૦,૦૦૦ એમ કુલ મળીને ૧,૯૫,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી ગયા હતા. બનાવને પગલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.