મોરબીમાં પીપરવાડી વિસ્તારમાં ત્રાટકીને તસ્કરોએ પોલીસને રીતસર પડકાર ફેંક્યો હતો અને મકાન માલિકોની ઉંઘમાં ખલેલ પહોંચાડ્યા વગર રોકડ રૂ.૨૨,૦૦૦/- તથા ત્રણ મોબાઈલ ફોનની તસ્કરી કરીને ચોર પલાયન થઇ ગયા હતા. જે મામલે મકાન માલિકની ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના પીપરવાડી વિસ્તાર, સાનિધ્યપાર્ક-૧ મહેંદ્રનગર ખાતે રહેતા રવીભાઇ રામજીભાઇ સીણોજીયાનાં રહેણાક મકાનમા ગત તા.૧૩/૦૩/૨૦૨૩ ના રાત્રીના અગીરાયેક વાગ્યાથી તા.૧૪/૦૩/૨૦૨૩ ના સવારના સાતેક વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે મેઇન દરવાજાનો લોક ખોલીને મકાનમા આવેલ કબાટમા રાખેલ રોકડ રૂ.૨૨,૦૦૦/- તથા વીવો કંપનીનો મોબાઇલ VIVO Y83 કિંમત રૂ. ૫૦૦૦-, VIVO T1 5G, POCO M3 રૂ. ૫૦૦૦/- વાળો મોબાઇલ મળી કુલ રૂપીયા-૩૭,૦૦૦/- ની મતાની ચોરી કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.