Wednesday, December 25, 2024
HomeGujaratતો...મોરબી નગરપાલિકા કચેરીને પ્રજા કરશે તાળાબંધી: મુખ્યમંત્રી, કલેક્ટરને રજુઆત

તો…મોરબી નગરપાલિકા કચેરીને પ્રજા કરશે તાળાબંધી: મુખ્યમંત્રી, કલેક્ટરને રજુઆત

મોરબી શહેરના અનેક વિસ્તારો નવરાત્રીમાં તહેવાર ટાણે જ સ્ટ્રીટલાઈટને ગ્રહણ લાગ્યું હોય તેમ અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ છે છતાં તંત્ર અંધારા ઉલેચવાની કામગીરી કરતું નથી આથી સામાજિક અગ્રણીઓ દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને સમસ્યા ઉકેલવા માંગ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા , મુસાભાઇ બ્લોચ શીતનોએ રજૂઆતમાં જણાવ્યું કે ની મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જયાં નટરાજ ફાટકથી સ્મસાન રોડ પરની સ્ટ્રીટલાઈટો છેલ્લા સાત મહિનાથી લાઇટો બંધ છે. આ ઉપરાંત પી.ડબલ્યુ.ડી.કચેરી તથા ત્રાજપર ચોકડીથી લખધીરસિંહ તાલુકા પોલિસ સ્ટેશનની તમામ રોડ પરની સ્ટ્રીટ લાઇટોમાંથી અમુક ચોરાઇ ગયેલ છે અને અમુક લાઇટો છેલ્લા ૨ માસથી બંધ છે . આ ઉપરાંત ઉમા ટાઉનશીપથી ધરમપુર જી.ઇ.બી. વાળો રોડ પરની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ૭ માસથી બંધ હાલતમાં છે. એટલું જ નહીં સ્મશાન સુધીની થાંભલાની લાઇટ જ ગુમ થઇ ગયેલ છે . નગરપાલીકાના ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા નો વોર્ડ પર જ આ રીતે લાઇટો ઉતરી જવાના દ્રશ્યો નજરે પડે છે. અયોધ્યા પુરી મેઇન રોડ જલારામ મંદિર વાળો આખો પટ્ટામાં છેલ્લા ૧૫ દિવસથી લાઈટો બંધ છે . ત્યાં પણ લાઇટો ચોરાઇ ગયેલ છે. કેમેરા હોવા છતાં લાઇટો ચોરાઇ જાય છે તે કેટલી હદે યોગ્ય કહેવાય ? કેનાલ રોડ ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધી અનેક લાઇટો ઘણા સમય થી બંધ છે.

ધાર્મિક તહેવારો જેવા કે નવરાત્રી, દસેરા, દિવાળી, જેવા તહેવારો સમયે જ લાઈટો બંધ હોય તો પ્રજા પાસેથી લાઈટ પેટે ઉસેડાતા વેરાની રકમ જાય છે ક્યાં ? આવે છે અને પ્રજા પાસે મસ મોટો લાઇટ વેરો ટેક્ષ હાલ ઇલેકટ્રીક થાંભલાને સફેદ અને કેસરી રંગ પટ્ટો કરી ફાલતુ ખર્ચ કરે પરંતુ લાઇટો ચાલુ કેમ કરવામાં આવતા નથી? , ત્યાં જો ૧૫ દિવસમાં આ વોર્ડની લાઇટો ચાલુ નહીં કરવામાં નહીં આવે તો નગરપાલીકામાં પ્રજાને સાથે રાખીને તાળા બંધી કરવામાં આવશે. તેમ રજૂઆતના અંતમાં ચીમકી ઉચ્ચારાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!