મોરબીના જાગૃત નાગરિક અને મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયા અને અશોક ખરચરીયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને પત્ર લખી મોરબી સીવીલ હોસ્પીટલ નો મેઇન ગેઇટ જ ખંઢેર હાલતમાં હોય તે કોઇ અકસ્માત થાય તે પહેલા તાત્કાલીક સમારકામ કરવા માંગ કરવામાં આવી હતી.
મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા પત્રમાં લખવામાં આવ્યું હતું કે. મોરબી જીલ્લામાં એક માત્ર સીવીલ હોસ્પીટલ આવેલ છે પરંતુ કમનસીબે અહીંયા જુનુ મેઇન ગેઇટ જ ખંઢેર તથા જર્જરીત હાલતમાં હોય અને ગમે ત્યારે પડી જવાની હાલત માં હોય ત્યારે તંત્ર શું દુર્ઘટના બને ત્યારે જાગશે ? મોરબીની ઝુલતા પુલ પડવાની ઘટના હજુ ભુલી શકાણી નથી તથા ત્યા જ અત્યારે સીવીલ હોસ્પીટલમાં આવેલ મેઇન ગેઇટ જ ખંડીત તથા જર્જરીત હાલતમાં હોય ત્યાં છતમાં મારેલ પતરા નીચે લબડે છે તે કયારે નીચે કોના ઉપર પડે તે નકકી નહીં આ માટે જવાબદાર કોણ ? તો આ અંગે યોગ્ય નિર્ણય લઇ તાત્કાલીક સમારકામ કરાવવા પોતાની યાદીમાં સમાજીક કાર્યકરો જણાવે છે. કેમ કે આ અંગે મેં ધ્યાને દેવામાં આવે ત્યારે મોરબીની ઝુલતા પુલ જેવી દુર્ઘટના થશે તેમા કઇ શંકાને સ્થાન નથી ઉપરાંત આ અંગે ધ્યાન દોરવામાં આવે છે જેથી સમારકામ તથા તાકિદે પગલા લઇ શકાય.
તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લાની એક માત્ર સિવિલ હોસ્પીટલ કે જેને મોદી સાહેબ આવે ત્યારે એ વોર્ડને દુલ્હનની જેમ શણગાર કરેલ ત્યારે આ મેઇન ગેઇટ હોસ્પીટલનો શું ધ્યાને નથી આવતો ? તો અંગે હવે તંત્ર ઘ્યાને દેશે કે પછી આંખ આડા કાન કરીને પછી દુર્ઘટનાની રાહ જોશે ? એ તો હવે તંત્ર ઘ્યાને લેવા અમો સામાજી કકાર્યકરો રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચની આમ જનતા વતી રજુઆત અને માંગણી છે. તેમ સામાજીક કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.