મોરબીના સામાજિક કાર્યકર્તાઓએ લોકોના હિત માટે વધુ એક વખત સરકારી દફ્તરોના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. સામાજિક કાર્યકરોએ મોરબીના નહેરૂ ગેઇટ ચોક ખાતે આવેલ લેડીઝ શૌચાલય દોઢ વર્ષથી બંધ ખંઢેર હાલતમાં હોય જે ચાલુ કરવાની માંગ સાથે મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસર, મોરબી જિલ્લા કલેકટર, મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાન્તીભાઇ અમૃતિયા તથા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
સામાજીક કાર્યકતા રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુશા બ્લોચ દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નહેરૂ ગેઇટના ચોકમાં લેડીઝ શૌચાલય દોઢ-બે લાખના ખર્ચે બનાવેલ પણ હાલમાં બંધ હાલમાં ધુળ ખાય છે. લેડીઝને શૌચાલયમાં જવુ હોય તો જેન્સ શૌચાલયમાં જવું પડે છે અને લેડીઝ શૌચાયલની પુરી સફાઇ થતી નથી પાણીની મોટર પણ ચોરાઇ ગઇ છે. શૌચાલયના બારણા પણ તુટી ગયા અને લાઇટ પણ ચોરાઇ ગઇ આવારા તત્વો શૌચાલય ચાલુ થવા દેતા નથી. તો મોરબી જીલ્લાના આજુ- બાજુના ગામડાના લેડીઝો ખરીદી કરવા માટે આવે છે. કેવા પુરતુ શૌચાલય બનાવ્યુ અત્યાર આ શૌચાલય શોભાના ગાંઠીયા પ્રમાણે છે. પુરી સાફ સફાઇ થતી નથી આ બાબતમાં મોરબી નગરપાલીકાને અનેકવાર રજુઆત કરતા હોવા છતાં ઘ્યાન દેવામાં આવતુ નથી એક તરફ દેશના વડાપ્રધાન તથા ગુજરાતના મુખ્યમંત્રી ઘર-ઘર શૌચાલયનું અભ્યાન ચાલુ કરવાનો દાવો ધરાવે છે. પરંતુ મોરબીમાં તાજેતરનો દાખલો નહેરૂ ગેઇટ ચોકમાં લેડીઝ શૌચાલય બનવામાં આવ્યુ તે સારી વાત કહેવાય પણ સફાઇના વાકે. અને આવારા તત્વના વાકે દારૂડીયા અને આવારા તત્વો લેડીઝને શૌચાલયમાં જવા દેતા નથી. આ બાબતમાં તાત્કાલીક મોરબીના ધારાસભ્ય પોતે ધ્યાન દઈને અંગત રસ લઇને તાત્કાલીક શૌચાલય ચાલુ કરાવવું જોઇએ. કેમ ધારાસભ્યએ કહેલ કે મોરબી નગરપાલીકામાં હું હરરોજ હાજરી આપીશ અને ધ્યાન આપીશ. તો આ એક સામાન્ય ગણાતુ કામ કેમ થતુ નથી ? તો કર્મચારીઓને તાત્કાલીક આદેશ આપવા વિનંતી. તેમ સામાજિક કાર્યકરોએ પત્રમાં જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ૮ દિવસમાં જો રીઝલ્ટ ન આવે તો જે તે કચેરીના અધિકારીઓ ઉપર એકસન લ્યો એવી મોરબીની જનતાની તથા સમાજીક કાર્યકરોની માંગણી છે. ગાંધી ચોકથી રવાપર રોડ ધમધમ તો એરીચા મોરબીનું નાક કહેવાય ત્યાં પણ એક પણ લેડીઝ અને જેન્ટસનું શૌચાલય નથી. તો ત્યાં પણ વેપારી લોકો આમ જનતા અને સામાજીક કાર્યકરોની માંગણી છે.