મોરબી તાલુકાની અણીયારી ચોકડી નજીકથી એસ.ઓ.જી. ટીમે શંકાસ્પદ લોખંડના બે ટનથી વધુ વજનના સળીયા સાથે એક ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે મોરબી એસ.ઓ.જી.ના પી.આઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસની ટીમ કામગીરી કરવા પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન તેઓએ અણીયારી ચોકડી પાસે GJ36B3657 નંબરના ટ્રેકટરમાં લોખંડના સળીયા ભરેલ હોય જે બાબતે ટ્રેકટર ચાલક ભાનુભાઇ દેવદાનભાઇ (રહે. મયુરનગર તા.હળવદ જી.મોરબી)ને સળીયા બાબતે તેમજ ટ્રેકટરના કાગળો બાબતે પુછતા કોઇ ટ્રેકટરના આધાર પુરાવા તથા ભરેલ નવા સળીયાના બીલ ન હોય જેથી ટેકટર તથા ટ્રોલી મળી રૂ. ૨,૦૦,૦૦૦/- તથા બીલ વગરના લોખંડના ૨૨૩૦ કિલોગ્રામના રૂપીયા ૧,૧૧,૫૦૦/-ના સળીયા મળી કુલ રૂપીયા ૩,૧૧,૫૦૦/- નો મુદ્દામાલનો શંકપડતી મિલ્કત તરીકે મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરેલ છે. અને પકડાયેલ ઈસમ ભાનુભાઇ દેવદાનભાઇ (રહે. મયુરનગર તા.હળવદ જી.મોરબી) વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ-૪૧(૧) ડી મુજબ ધોરણસરની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.