મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને રાજસ્થાન ખાતેથી એસ.ઓ.જી મોરબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. મોરબી એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને મળેલ ખાનગી બાતમીના આધારે રાજસ્થાનના બાડમેરથી પકડી આરોપીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસને સોંપી આપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાનાઓએ આર્મ્સ એકટ તેમજ પ્રોહીબીશન ગુન્હામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા ઝુંબેસ અંતર્ગત એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નં-૨૧૭૨/૨૦૨૧ આર્મ્સ એકટ ૨૫(૧-બી) એ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુન્હામાં તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હા રજીસ્ટર નં-૧૪૮૬/૨૦૨૧ પ્રોહીબિશન કલમ-૬૫એઇ, ૧૧૬બી,૮૧, ૯૮(૨) મુજબના ગુન્હાના આરોપી મુરાદઅલી હાજીલીયાકત રાજડ રહે.દેરાસર, રાજડ કી બસ્તી જી.બાડમેર (રાજસ્થાન) વાળો બન્ને ગુન્હામાં નાસતો ફરતો હોય અને હાલે બાડમેર તથા પોતાના ઘેર હોવાની બાતમીના આધારે રાજસ્થાનના બાડમેર ખાતે નાસતા ફરતા આરોપીની તપાસ કરતા બાડમેર શહેર ખાતે જેલ રોડ પર મળી આવતા તેની પુછપરછ કરતા બન્ને ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોવાની કબુલાત આપતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.
જે આરોપીને પકડવા માટે એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર.કેસરીયા, એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, રસીક કુમાર કડીવાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઇ ડાંગર, આશીફભાઇ રાઉમા, અશ્વિનભાઇ લોખિલ તેમજ એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.