સ્પા વર્કરના બાયોડેટાની નોંધ ન કરવી અને સીસીટીવી રેકોર્ડિંગ ન રાખનાર સામે કડક કાર્યવાહી.
મોરબીના લાલપર નજીક આવેલ સ્પામાં એસઓજી દ્વારા તપાસ દરમિયાન જાહેરનામાના નિયમોનો ભંગ સામે આવતા સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્પા વર્કરના બાયોડેટા-ફોર્મ ભરી પોલીસમાં નોંધ ન કરાવવી અને ત્રણ મહિનાના સીસીટીવી રેકોર્ડિંગના નિયમ મુજબ ડેટા ન રાખવાના કારણે સ્પા માલીકને નોટિસ આપી જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી ટીમે લાલપરના આદ્યશક્તિ ચેમ્બર ખાતે આવેલા મિલેનિયમ સ્પામાં તપાસ કરતાં સંચાલક નિલેશભાઈ અરજણભાઈ વેગડ દ્વારા એક સ્પા વર્કરના બાયોડેટાની પોલીસમાં નોંધ ન કરાવવાનું સામે આવ્યું હતું. તેમજ સીસીટીવી રેકોર્ડિંગના ડેટા નિયમ મુજબ સાંચવીને ન રાખ્યા હોય જેથી પોલીસે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબ સ્પા- માલીક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.






