Sunday, April 19, 2026
HomeGujaratસાદુળકા નજીક નવા બનતા કારખાનામાં રૂ.૧.૭૫ લાખના કોપર વાયરની ચોરી

સાદુળકા નજીક નવા બનતા કારખાનામાં રૂ.૧.૭૫ લાખના કોપર વાયરની ચોરી

અજાણ્યા તસ્કરોએ પાઇપ-કેબલો તોડી અંદાજે રૂ.૫.૨૫ લાખનું નુકસાન કર્યું.

- Advertisement -
- Advertisement -

મોરબીના સાદુળકા ગામની સીમમાં નવા બનતા કારખાનામાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકી કોપર વાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ કારખાનામાં ઘૂસી એસી ફિટિંગ માટે લગાવેલ પાઇપ અને કેબલો તોડી અંદાજે રૂ.૩.૫૦ લાખનું નુકસાન કર્યું અને રૂ.૧.૭૫ લાખનો કોપર વાયર ચોરી કરી લઈ ગયા હતા. બનાવ અંગે કારખાનેદારની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં કેનાલ રોડ ઉપર અવની પાર્ક અનંત પેલેસ ૩૦૨માં રહેતા મૂળ નવા સાદુળકા ગામના વતની જયદીપભાઈ ગણેશભાઈ પાંચોટીયાના સાદુળકા ગામની સીમમાં આવેલ “નેલ્સન સર્ફેસ” નામના નવા બનતા કારખાનામાં ગત તા.૧૮/૦૪ની મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી. રાત્રે આશરે ૩ વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ત્રણથી ચાર તસ્કરોએ કારખાનામાં ફેન્સિંગ તોડી ગુપ્ત રીતે પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કારખાનામાં એસી માટે નાખેલા પીવીસી પાઇપ અને કેબલો તોડી નાખ્યા હતા તેમજ કેબલમાંથી કોપર વાયર કાપીને લઈ ગયા હતા. આ બનાવમાં અંદાજે રૂ.૩.૫૦ લાખથી વધુનું નુકસાન થયું હતું અને રૂ.૧.૭૫ લાખનો કોપર વાયર ચોરી કરી લઈ ગયા હતા. હાલ ચોરીના બનાવ અંગે કારખાનેદાર જયદીપભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!