Tuesday, November 26, 2024
HomeGujaratસોમનાથ મહાદેવ મંદિર નવનિર્માણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શિવપુરાણ જ્ઞાનયજ્ઞમાં માનવ મહેરામણ ઉમટી...

સોમનાથ મહાદેવ મંદિર નવનિર્માણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શિવપુરાણ જ્ઞાનયજ્ઞમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

હળવદ તાલુકાના માનગઢ ગામે કૈલાશ શિખર સુપ્રસિદ્ધ નવનિર્માણ શ્રી દેવાધી દેવ સોમનાથ મહાદેવનું ભવ્યતિભવ્ય શિવ મંદિરના નવનિર્માણનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શિવપુરાણ જ્ઞાનયજ્ઞનું તારીખ ૨૩/૦૪ થી શુભારંભ થયો હતો. જેમાં શાસ્ત્રી કિરણભાઈ જોષી કચ્છ વાળા દ્વારા રસપાન કરાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના માનગઢ ગામે કૈલાશ શિખર સુપ્રસિદ્ધ નવનિર્માણ શ્રી દેવાધી દેવ સોમનાથ મહાદેવનું નવનિર્માણ શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શિવપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું.

જેમાં શાસ્ત્રી કીરણભાઈ જોષી કચ્છવાળા દ્વારા રસપાન કરાવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છ ઝાલાવાડના અનેક સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિવ પુરાણ જ્ઞાન યજ્ઞના વક્તા શાસ્ત્રી કિરણભાઈ જોશી રવાપર કચ્છ વાળા કથાનું રસપાન કરાવી રહ્યા છે.

કથા દરમિયાન રોજ અલગ અલગ માંગલિક પ્રશ્નો શિવ પૂજાનો મહિમા, ભસ્મ રુદ્રાક્ષ, પથિવૅ લિંગ, સતિનું પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, શિવ મહિમ્ન ,બાર જ્યોતિર્લિંગ ની કથા, સહિતની વિવિધ કથાઓ વર્ણવવામાં આવશે. એકથી ત્રણ તારીખ દરમ્યાન વિવિધ દેવી દેવતાઓની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. ત્યારબાદ અન્નકૂટ થાળ, મહા આરતી સહીતના વિવિધ કાર્યક્રમો યોજાશે તેમજ રોજ રાત્રિના સમયે અલગ અલગ ભવ્ય સંતવાણી, લોક ડાયરો તેમજ તા. ૨૮/૪ ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માનગઢ સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!