મોરબી તાલુકાના જેતપર ગામમાં બીડીના બંધાણી પુત્રને માતાએ બીડી પીવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટુકાવ્યું છે.
કેસની વિગત મુજબ જેતપર ગામે રહેતા હિતેશભાઇ ધરમશીભાઇ દેત્રોજા (ઉ.વ.22)ને માતાએ બીડી પીવા બાબતે ઠપકો આપ્યો હતો. આથી યુવકને લાગી આવતા પુત્રએ પોતાની મેળે કોઇ ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં વધુ સારવારની જરૂર જણાતા રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ છે.