મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુ ના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામેં દારૂના બંધાણી વૃદ્ધને તેના પુત્રએ દારૂ ન પીવા બાબતે ઠપકો આપતા વૃદ્ધને મનમાં લાગી આવતા તેણે ઝેરી દવા ગટગટાવી મોત ની શોડ તાણી હતી જ્યારે મોરબીના પાવડીયારી મેગાટ્રોન સીરામીક ખાતે રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
ખીરઇ ગામે આવેલ ઉસ્માનભાઇ મીયાણાની વાડીએ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા પાંગલીયાભાઇ જરખાભાઇ ભીલ (ઉ.વ.૬૦ મૂળ જી.છોટાઉદેપુર)ને દારૂ પીવાની ટેવ હોઈ જેથી ઘરે વારંવાર કજિયા થતા હતા આથી તેમના દીકરાએ દારૂ ન પીવા બાબતે પિતાને ઠપકો આપતા પોતાને મનમા લાગી આવ્યું હતું જેને લઈને વડીએ જંતુનાશક દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ અંગે પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. જેને પગલે માળીયા મિયાણા પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
અપમૃત્યુના અન્ય એક કેસમાં મોરબી તાલુકાના પાવડીયારી મેગાટ્રોન સીરામીકના કારખાનામાં રહેતા નરેશભાઈ દિનેશભાઈ માલવી નામના 22 વર્ષીય યુવાને સીરામીક કારખાનાંની ઓરડીમાં અગમ્ય કારણોસર જાતેથી ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે જેને પગલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.