Friday, January 10, 2025
HomeGujaratલ્યો બોલો ...ટંકારા પોલીસે જુગાર રમી પરત ફરતા જુગારીઓને પકડી પાડયા !...

લ્યો બોલો …ટંકારા પોલીસે જુગાર રમી પરત ફરતા જુગારીઓને પકડી પાડયા ! ખીચાની રકમ જુગારમાં ખપાવી વચેટીયો સમાધાન માટે આવ્યો…

ટંકારા પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓનું પીઠું બની ગઈ છે વિદેશી દારૂના અડ્ડાઓમાં હાલ ટંકારા બુટલેગરો માટે મોટું આશ્રય સ્થાન બની ગયું છે ત્યારે ટંકારા પીએસઆઇ પોતાની મનમાની ચલાવતા હોવાની વાતો પણ ભારે ચર્ચામાં આવી છે જેમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકોથી લઈ અને અન્ય તમામ કેસોમાં ટંકારા પોલીસ મનધડત કેસ દાખલ કરતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે આવા કેસોમાં આરોપીઓ ટેવવાળા હોય અને પોલીસ સાથે ભાથ કેમ ભીંડાઈ ખોટા કેસમાં ફસાવી દે ની બિકે બાવણા ચડાવતા નથી અને મૂંગે મોઢે જે થાય એ જોયા કરે છે આવો જ એક કેસ ટંકારા પંથકના હડમતીયા ગામે થોડા સમય પહેલા બની ગયો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં ટંકારાના હડમતીયા ગામની સીમ વિસ્તારમાં એકાદ અઠવાડિયામાં જુગારનો ગણનાપાત્ર આંકડા બતાવવા માટેનો કેસ ટંકારા પોલીસે ગોતી કાઢ્યો હતો અને નવાઈ ની વાત એ છે કે આ કેસ જુગાર રમતા રમતા નહી પરંતુ જુગારી ફિલ્ડ સોટ કરી એટલે કે જુગાર પૂર્ણ કરીને પરત ફરતા હતા ત્યારે કરાયો છે એવી વાતો તાલુકા પંથકમાં ચારેકોર વહેતી થઈ છે.
એક આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર ટંકારા પંથકના વતની અને રાજ્યમાં જ ફરજ બજાવતા એક પોલીસના ઉચ્ચ હોદ્દા ઉપરના અધિકારીને આ વાત ની ખબર પડતા ઊકળી ઉઠયા હતા અને પોલીસની આવી ખોટી કામગીરી સામે રોસ વ્યક્ત કરી ટંકારા પોલીસ સામે કેસ દાખલ કરવા પણ જણાવ્યું હતું પરંતુ કાયમી કુટેવ કે પછી અન્ય પરોજણ થી બચવા ભોગ બનનાર લોકોએ કોઈ કાર્યવાહી કરી ન હતી તો બીજી બાજુ ટંકારાનો કહેવાતો નેતા જે પોલીસ સાથે સોદેબાજી કરી સેટિંગ કરાવવા સિવાય કાઈ કરતો જ નથી એને પોલીસે હાથો બનાવીને મધ્યસ્થી કરવા માટે મોકલી ખેલ પાડી દીધાનુ જાણવા મળ્યું છે ત્યારે ટંકારા પોલીસ મથકના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી થતી આ કામગીરી ક્યાંક ને ક્યાંક પ્રજા અને તંત્ર તેમજ પોલીસની છબીને નુકસાન પહોંચાડે તેવી છે જો કે મૉટે ભાગે સામાન્ય પોલીસ કર્મીઓ પર ઇન્કવાયરી નો પાણી ઢોળ કરી રફેદફે કરી નાખવામાં આવે છે પરન્તુ જ્યારે થાણા અધિકારી જ પોતે કાયદાના કાંડા કાપી તેનો દુરુપયોગ કરે ત્યારે તેની સામે કાર્યવાહી કરવી અનિવાર્ય બની જાય છે હાલ ટંકારા પંથકમાં કડક પોલીસ અધિકારી મુકવા લોકોએ માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!