હળવદમાં જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી પાંચ લોકોએ વાવેતર પણ કરી નાખ્યું અને ઉપજ પણ લઈ લીધી જેથી પાંચ લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાંના ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
જેમાં હળવદ ના રાણેકપર રોડ પર આવેલ જમીન પર બચુભાઈ દેવશીભાઇ ઉડેચા, રમાબેન બચુભાઈ ઉડેચા, ગૌતમભાઇ બચુભાઈ ઉડેચા, સવશીભાઈ દેવશીભાઇ ઉડેચા અને વાસુભાઈ સાવશીભાઈ ઉડેચા એ બીજાની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી વાવેતર પણ કરી નાખ્યું અને ઉપજ પણ પોતે લઈ લીધી હતી જેથી જમીન અસલ માલીક દિપુભા બચુભા ઝાલા (રહે.મોરબી) વાળા એ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપી બચુભાઈ, ગૌતમભાઇ અને સાવશીભાઈ ને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.