ભારતીય જનતા પાર્ટીનો આજે ૪૨મો સ્થાપના દિવસ છે. ત્યારે દેશભરમાં આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત મોરબીમાં પણ ભાજપના સ્થાપના દિવસની વિશિષ્ઠ ઉજવણી કોરોના ગાઈડલાઇન્સને અનુસરીને કરવામાં આવી હતી. જેમાં રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયા, મોરબી ભાજપ જિલ્લા અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય સહિતના કાર્યકર્તાઓ દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં નવા બસ સ્ટેન્ડ ખાતે કોવિડ ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે; એ ટેસ્ટ કેમ્પમાં કોઈ વ્યક્તિ કોરેના પોઝિટિવ આવે તો તેમના માટે દવાની કીટ ઉપલબ્ધ કરવામાં આવશે. આ તકે લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ કેમ્પમાં આવીને કોરોના ટેસ્ટ કરાવે અને તેમને આપવામાં આવનારી દવાની કીટનો ખર્ચ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવશે તેવી જાહેરાત રાજકોટ સાંસદ મોહન કુંડારિયાએ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર સંદેશમાં જણાવ્યું હતું કે, ” વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ છે”. ભાજપનો આ મૂળ મંત્ર છે તેવું જણાવીને વડાપ્રધાને તમામ કાર્યકરોને નમન કરી અભિનંદન પાઠવ્યા હતા.