મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે 19 ફેબ્રઆરીથી રોજ KG તથા ધોરણ 1 થી 9 માં સ્પોર્ટ્સ-ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને એનસીસી ઓફિસર બી. એમ. શર્મા હાજર રહ્યા હતા. ત્યારે મસાલ સાથે માર્ચ પરેડ કરીને ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી. અને મહેમાન દ્વારા રીબીન કાપી વિવિધ રમતોની શરૂઆત કરવામાં આવી હતી.
આ સ્પોર્ટ્સ-ડે ને સફળ બનાવવામાં વ્યાયામ શિક્ષક હીનેશભાઈ ભાલોડિયા અને તમામ સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી હતી. ત્યારે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાસર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.