ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. તેમજ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ લોકોને મદદરૂપ થવા હેલ્પલાઇન નંબર જાહેર કરવાં આવ્યા છે. જે સેવા કાર્યમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ- મોરબી પણ આગળ આવ્યું છે. અને વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં પોતાનું સામાજીક દાયિત્વ સમજી લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જેમાં લોકો ફોન કરી જરૂરી મદદ મેળવી શકાશે.
શ્રી પરશુરામ યુવા ગ્રુપ- મોરબીના જણાવ્યા અનુસાર, અત્યારના સંજોગોમાં કુદરતી આપાત કાલીન પરિસ્થિતિ ગુજરાતના મોરબી જીલ્લો, પોરબંદર જીલ્લો, દ્વારકા જીલ્લો, જામનગર જીલ્લો તેમજ ભૂજ જીલ્લામા ઘ્યાયક પ્રમાણમાં “બિપરજોય” વાવાઝોડુ આવશે. તેવા હવામાન વિભાગના રિપોર્ટ છે. કુદરતી આપત્તિ વખતે માનવ લાચાર છે. આવા સંજોગોમાં કર્મને સમર્પિત કાર્યકર્તા હોવાને નાતે આપણું સામાજીક દાયિત્વ બને છે. રાષ્ટ્રીય આપત્તિ કાલમા દરેક કાર્યકર્તા ત્યાં ના સમાજના બધા જ લોકોને જોડી જરૂરિયાત મંદ લોકોને યોગ્ય વ્યવસ્થા થાય તે માટે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી જિલ્લા દ્વારા હેલ્પ લાઈન નંબર આપવામા આવે છે. વિકટ પરિસ્થિતિમાં કોન્ટેક્ટ કરવા માટે લોકોને પ્રમુખ : અતુલભાઇ જોષી – 9925486999, મહામંત્રી : જયદિપભાઇ મહેતા – 9727716176, મહામંત્રી : નયનભાઇ પંડયા – 982496163, ઉપપ્રમુખ : કમલભાઇ દવે – 9909009027, ઉપપ્રમુખ : મહીધરભાઈ દવે – 9157456789, ઉપપ્રમુખ : રૂષિભાઇ મહેતા – 7405400999નો સંપર્ક કરવા શ્રી પરશુરામ યુવા ગ્રુપ- મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપની આખી ટીમ સતત આવી વિકટ પરિસ્થિતિમાં મોરબી જિલ્લાની તમામ જનતાની મદદ માટે કાર્યશીલ છે અને રહેશે… તેમ શ્રી પરશુરામ યુવા ગ્રુપ- મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું,