Friday, December 27, 2024
HomeGujaratધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર એસ.ટી. બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ટ્રેક્ટરચાલક ઇજાગ્રસ્ત

ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર એસ.ટી. બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ટ્રેક્ટરચાલક ઇજાગ્રસ્ત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બ્રીજેશભાઇ ખીમજીભાઇ ચાડમીયાએ એસટી બસ નં. જીજે-૧૮-ઝેડ-૩૧૮૮ના ચાલક રમણભાઇ નાનજીભાઇ ડામોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૧ના રોજ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે રોડ ઉપર કવાડીયા ગામના પાટીયાથી હળવદ તરફ એસટી બસ નં. જીજે-૧૮-ઝેડ-૩૧૮૮ના ચાલક રમણભાઇ નાનજીભાઇ ડામોર (ઉ.વ. 42, નોકરી દાહોદ એસ.ટી. ડેપો વિભાગ, ગોધરા)એ પોતાની બસ પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ફરિયાદી બ્રીજેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા (ઉ.વ.૪૪)ના ટ્રેક્ટર નં જીજે-૧૩-ઈઈ-૫૭૮૩ની પાછળ જોડાવેલી ટ્રોલી નં. જીજે-૧૩-એમ-૫૩૪ની પાછળના ભાગે ભટકાડી અકસ્માત સર્જયો હતો. આથી, ટ્રોલી રોડની સાઇડે પલ્ટી ખાઈ ગઈ હતી અને ટ્રેક્ટરને નુકશાન થયું હતું તેમજ બ્રીજેશભાઇને જમણાં પગે તથા જમણાં હાથે ફેકચર જેવી ઇજા થઇ હતી. હળવદ પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદનાં આધારે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!