ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં ટીબી રોગ નિર્મૂલન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ હેતુને સિદ્ધ કરવા માટે તથા “ટીબી જનઆંદોલન કેમ્પેન”ના ભાગ રૂપે આજે તારીખ 6 માર્ચના રોજ એસ.ટી. ડેપો મોરબી ખાતે જીલ્લા ક્ષય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે એસ.ટી.ના ડ્રાઈવર કન્ડકટર સહિતના તમામ સ્ટાફને ટી.બી. જેવા ગંભીર રોગ વિષે માહિતી આપવામાં આવી હતી અને ટીબીના રોગ સંદર્ભે જાગૃત કરવામાં આવ્યા હતા.
આજે શનિવારના દિવસે મોરબી એસ.ટી. ડેપોના તમામ સ્ટાફનું ટી.બી.ની તપાસણી અર્થે સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું. આ તબક્કે શંકાસ્પદ વ્યક્તિના સ્પોટ સ્પુટમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બી.પી., ડાયાબિટસ, તથા એચ. આઈ.વી.નું સ્ક્રીનીંગ તેમજ નિદાન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 192 જેટલા કર્મચારીઓની ચકાસણી કરાઈ હતી. આ તકે જીલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો. ઓ્ડીનેટર પિયુષભાઈ જોષી, DPPMC ઝરણાબેન રાઠોડ, TB હેલ્થ વીઝીટર નિખીલભાઈ ગોસાઈ, કલપેશભાઇ પાટડિયા, સિવિલ હોસ્પિટલ મોરબીમાંથી NCD મેડીકલ ઓફિસર ડો. હિતેષભાઈ ભદ્રા, કાઉન્સેલર હિતેષભાઈ પોપટાણી, આઇસીટીસી કાઉન્સેલર દીપેશભાઇ માકડિયા, લેબ.ટેક જસ્મિતા કસુન્દ્રા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સાર્થક બનાવવા મોરબી એસ.ટી. ડેપોના ડેપો મેનેજર ડી. આર. શામળા તથા ટી.આઈ. ડી.એન.મથર હાજર રહ્યા હતા અને તમામ સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી.