Wednesday, October 30, 2024
HomeGujaratકોરોનાના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરતી રાજ્ય સરકાર

કોરોનાના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરતી રાજ્ય સરકાર

હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લઇ કરાતાં ટેસ્ટના ચાર્જમાં રૂ.૩૫૦ નો અને લેબોરેટરીમાં ટેસ્ટીંગના ચાર્જમાં રૂ. ૩૦૦ નો, એબોટ આઇડી રેપીડ આર.ટી.પી.સી.આર. ટેસ્ટના ચાર્જમાં રૂ.૧૩૦૦ નો ઘટાડો તથા એચ.આર.સી.ટી. ના ચાર્જમાં રૂ.૫૦૦ નો ઘટાડો :

- Advertisement -
- Advertisement -

રાજ્યભરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૯૧,૫૫,૯૩૬ RT-PCR અને ૧,૬૧,૯૯,૮૫૭ એન્ટીજનના ટેસ્ટ મળી કુલ – ૨,૫૩,૫૫,૭૯૩ જેટલા ટેસ્ટ કરાયા

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે કોરોનાના દર્દીઓના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાં ટેસ્ટીંગના દરોમાં નાગરિકોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ ટેસ્ટીંગના ભાવમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે, કોરોના સંદર્ભે હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લઇને કરાતાં ટેસ્ટીંગના ચાર્જમાં અત્યારે રૂ. ૯૦૦ લેવાય છે તેમાં રૂ. ૩૫૦ નો ઘટાડો કરી રૂ.૫૫૦ અને લેબોરેટરીમાં જે ટેસ્ટીંગ કરવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ.૭૦૦ છે તેમાં રૂ. ૩૦૦ નો ઘટાડો કરી રૂ. ૪૦૦, એરપોર્ટ પર થતાં એબોટ આઇડી રેપીડ આર.ટી.પી.સી.આર. ટેસ્ટના ચાર્જમાં રૂ.૧૩૦૦ નો ઘટાડો કરી રૂ.૨૭૦૦ તથા એચ.આર.સી.ટી. ના ચાર્જમાં રૂ.૫૦૦ નો ઘટાડો કરી રૂ. ૨૫૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડાના નિર્ણય તા.૦૧.૦૮.૨૦૨૧ થી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓએ અમલ કરવાનો રહેશે.

રાજ્યભરમાં કોરોના સંદર્ભે ગુજરાત રાજ્યની સરકારી લેબોરેટરી દ્વારા RT-PCR તથા એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે તેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે, તા.૨૭.૦૭.૨૦૨૧ ના રોજ RT-PCR ના ૪૪,૬૬૬ એન્ટીજનના ૧૭,૮૯૨ ટેસ્ટ મળી કુલ-૬૨,૫૫૮ જ્યારે અત્યાર સુધીમાં RT-PCR ના ૯૧,૫૫,૯૩૬ અને એન્ટીજનના ટેસ્ટ ૧,૬૧,૯૯,૮૫૭ મળી કુલ – ૨,૫૩,૫૫,૭૯૩ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!