ડીગ્રી વગર કે બોગસ ડીગ્રી ધરાવતા બોગસ ડોક્ટરોના કારણે દર્દીઓની જીંદગી જોખમમાં મૂકાય છે
કોરોના સંદર્ભે થઇ રહેલી કામગીરીની સમીક્ષા માટે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં બોગસ ડોક્ટરો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા હુકમ
કારોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થ્ય અને જીવન સાથે ગંભીર ચેડાં કરતા ડીગ્રી વગરના અને બોગસ ડીગ્રી ધરાવતા નકલી ડોક્ટરો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવા રાજ્યના પોલીસવડાએ આદેશ કર્યો છે.
રાજ્યના તમામ શહેર, જિલ્લાના કમિશનર, જિલ્લા પોલીસવડા સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોના સંદર્ભે થઇ રહેલી કામગીરીની સમીક્ષા
કરી રહેલા રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ બોગસ ડોક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા તાકિદ કરી છે. ડીજીપી ભાટીયાએ જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં
કોરોનાની મહામારીથી બચવા માટે લોકો એલોપથી, આયુર્વેદ અને હોમિયોપથીની સારવાર લઇ રહ્યા છે. તેવા અને બોગસ ડિગ્રી ધરાવતા નકલી ડોક્ટરો ફૂટી નિકળ્યા છે. આવા બોગસ ડોક્ટરો દવા આપીને સારવાર કરી લોકોની જીંદગીને જોખમમાં મૂકી રહ્યા હોવાથી બોગસ ડોક્ટરો સામે સખત કાર્યવાહી કરવા તમામ પોલીસ કમિશનર અને જિલ્લાના પોલીસવડા સૂચના આપવામાં આવી છે.
અંધશ્રધ્ધાથી લોકોને સારવાર માટે દોરતા તત્વો સામે સતર્ક રહેવા સૂચના
બિમારીની સારવાર માટે એલોપથી, હોમીયોપથીની સારવાર લેવી જોઇએ. પરંતુ કેટલાક રાજ્યમાં ધર્માંધતા અને અંધશ્રધ્ધાથી લોકોને સાજા કરવાના દાવા કરતા હોવાના બનાવ સામે આવ્યા છે જે જોખમી છે. ગુજરાતમાં આવા
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો કડક અમલ કરાવવા તાકિદ
રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ તમામ શહેર જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોવીડ ગાઈડ લાઈન સંદર્ભે થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. દરેક રેન્જ અને કમિશનરેટ વિસ્તારમાં કોરોનાથી કેટલા મૃત્યુ થયા, કોરોનાનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર તેમજ માસ્ક ન પહેરનારા કેટલા વ્યક્તિ સામે કેસ કર્યાં? તેની જાણકારી મેળવી સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરાવવા તાકિદ કરી હતી.
આવા કપરા કાળમાં ડિગ્રી ન હોય. બપોરે ૩ પછી એક પણ દુકાન ચાલુ ન રહેવી જોઇએ
રાજયમાં અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટ સહિત ૩૮ શહેરમાં સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જાહેરનામા પ્રમાણે બપોરે ૩ આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો સિવાય એક પણ દુકાનો ખુલ્લી ન રહેવી જોઈએ. દરેક અધિકારીએ આ નિયમનું પાલન કરાવવા હુકમ કરવામાં આવ્યો છે.
જાહેરમાં થૂંકતા લોકો સામે કાર્યવાહી કરો
કોરોનાની મહામારી અટકાવવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસ થઇ રહ્યા છે. જાહેરમાં થૂંકવાથી પણ કોરોનાના વાયરસ ફેલાતા હોવાથી જાહેરમાં થૂંકીને રોગચાળો વકરે તેવું કૃત્ય કરનાર બેજવાબદાર લોકો સામે નિયમાનુસાર
કાર્યવાહી કરવા પોલીસને તાકિદ કરવામાં આવી છે.