Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : લાલપર ગામનાં પાટીયા પાસેથી દેશી દારૂ ભરેલી ઈકો ઝડપાઈ, બે...

વાંકાનેર : લાલપર ગામનાં પાટીયા પાસેથી દેશી દારૂ ભરેલી ઈકો ઝડપાઈ, બે ફરાર

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ ગઈકાલે તા. ૨૬નાં રોજ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન લાલપર ગામનાં પાટીયા પાસેથી ઈકો કાર નં. જીજે-૦૩-જેએલ-૮૧૧૨ કિં.રૂ.૧,૦૦,૦૦૦/- વાળીમાંથી પ્લાસ્ટિકનાં બાચકા નંગ ૧૮ માં ૦૫ લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ ૯૦ માં કુલ ૪૫૦ લીટર દેશી દારૂ કિં.રૂ.૯૦૦૦ ઝડપી પાડ્યો હતો. જ્યારે કારમાં સવાર બંને ઈસમો કાર મુકી નાશી છુટ્યા હતાં. પોલીસે દેશી દારૂ તથા ઈકો કાર મળી કુલ કિંમત રૂ. ૧,૦૯,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઈસમો વિરુદ્ધ પ્રોહી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!