Thursday, January 16, 2025
HomeGujaratપ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા દ્વારા હળવદ જી.આઇ.ડી.સી દુર્ઘટનાની તટસ્થ તપાસ કરાવવા રાજ્યસરકાર...

પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા દ્વારા હળવદ જી.આઇ.ડી.સી દુર્ઘટનાની તટસ્થ તપાસ કરાવવા રાજ્યસરકાર ને ભલામણ કરાઈ

બે દિવસ પહેલા હળવદ જીઆઈડીસી માં સર્જાયેલ દુર્ઘટના ના આખા ભારતમાં પડઘા પડ્યા હતા અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ટોચના નેતાઓએ પણ આ ઘટના ની ગંભીર નોંધ લીધી હતી .

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા દ્વારા પણ રાજ્યસરકાર ને દિવાલના બાંધકામમાં ખામી હોવાની ક્ષતિ જણાતા ભલામણ કરવામાં આવી છે કે હળવદ જીઆઇડીસી માં આવેલ સાગર સોલ્ટ કારખાનામાં દિવાલ ધરાશયી થવાના કારણે થયેલ ગંભીર અકસ્માતમાં ૧૨ જેટલા માંડ-માંડ પેટીયું રળતાં મજૂર મૃત્યુ પામેલ છે તે ખૂબ જ દુઃખદ બનાવ બનેલ છે. કોઇપણ પરિવારના સ્વજન માત્ર સામાન્ય બિમાર થાય ત્યારે આખો પરિવાર ચિંતામય બનતો હોય છે, જ્યારે આ ગોઝારી દુર્ઘટનામાં જે પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યુ છે એટલું જ નહિ પણ એક પરિવારે તો તેમના છ-છ સ્વજન ગુમાવ્યા હોવાથી કેટલું અસહય દુઃખ થાય તે એક માનવી તરીકે સ્વાભાવિક સૌ કોઇ સમજી શકે.આ સાગર સોલ્ટની તાજેતરમાં થયેલ દુર્ધટના પહેલાં પણ એક વખતે અકસ્માતનો બનાવ બનેલ. એટલુ જ નહિ પણ આ લાંબી અને મોટી દિવાલ હોવા છતાં કોઇ જગ્યાએ આર.સી.સી.કામ કરાયેલ નથી અને દિવાલ બાંધકામમાં પણ નિયત પ્રમાણમાં રેતી, સિમેન્ટ કે અન્ય માલસામાન નહિ વાપરવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. પરિણામે આ ગોઝારી દુઃખદ દુર્ધટના બનેલ હતી. આ બાબતે તટસ્થ તપાસ થાય તેમ કરાવવા અને કસૂરવાર સામે કડકમાં કડક સજા એટલે કે સમાજમાં એક દાખલો બેસે તેવી સજા થાય તે પણ એટલું જરૂરી જણાય છે. આ બાબતે આપની કક્ષાએથી સંબંધિતોને જરૂરી તટસ્થ અને ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવું ભલામણ માં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!