રાજ્યના 252 બાર એસોસીએશનની ચૂંટણી આગામી તા. 17 ડિસેમ્બરના રોજ યોજાશે.આ ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ નહીં કરનાર અને પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવાનર 15 હજાર વકીલો વન વોટ વન બાર હેઠળ મતદાન નહીં કરી શકે તેવો નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા લેવામાં આવ્યો છે.
આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન કિશોર ત્રિવેદી અને એનરોલમેન્ટ કમિટીના ચેરમેન અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કેઆગામી 17 ડિસેમ્બરે રાજ્યના 252 બાર એસોસિયેશનની ચૂંટણી યોજાશે. શિસ્તબદ્ધ ચૂંટણી પ્રક્રિયા પૂરી પાડવા માટે બાર એસોસિયેશન ઓફ ગુજરાત રુલ્સ 2015 મુજબ બાર કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાતી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ કરેલ નથી. તેમજ જે ધારાશાસ્ત્રીઓએ 2 વર્ષ માટે પ્રોવિઝનલ સર્ટીફિકેટ મેળવેલ છે. તેવા રાજયના અંદાજે 15 હજાર વકીલો મતાધિકાર મેળવવા માટે હકદાર રહેશે નહીં. આ લોકો વન વોટ વન બાર હેઠળ જે તે બાર એસોસિયેશનમાં મતદાન કરી શકશે નહીં.તેવો નિર્ણય કરાયો છે.