મોરબી તાલુકાના લાલપર એસ્ટેટ નજીક ગત તા.20 જાન્યુઆરી 2024 ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ દ્વારા વિદેશી દારુ ભરેલા આધુનિક ગોડાઉન પર મોરબીની મોટી ગણવામાં આવતી ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી દરોડો પાડયો હતો જેમાંથી 3210 પેટી એટલે કે 60 હજાર બોટલ વિદેશી દારૂની બોટલ ,ત્રણ ટ્રક,કાર, બાઈક મળી કુલ બે કરોડ નો મુદ્દામાલ જપ્ત કરી દસ આરોપીઓની ધરપકડ કરી હતી.ત્યારે રાજ્ય ની સ્ટેટ મોનીટરિગ સેલ ની ટીમને જો ગાંધીનગર માહિતી મળી જતી હોય તો છેલ્લા સાત મહિનાથી ચાલુ આ વિદેશી દારૂના વેપલા કરતા ઇસમોની મોરબી ક્રાઈમ બ્રાન્ચ કેમ પગેરું ના મેળવી શકી ?? શું ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઈ ડી એમ ઢોલ નહોતા ઈચ્છતા કે મોરબી તાલુકા પોલીસ આ ગોડાઉન પકડી પાડે ? શું મોરબી તાલુકા પોલીસને આ ગોડાઉન તરફ નજર કરવાની મોરબી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈની મનાઈ હતી ? શું મોરબીનો જ કોઈ સ્થાનિક મોરબી ક્રાઈમ બ્રાન્ચ સાથે આડકતરી રીતે સંપર્કમાં હતો ? આવા અનેક પ્રશ્નો ના જવાબ મળતા નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે મોરબી હાલના એલસીબી પીઆઈ ઢોલ પોતાના ફિલ્ડ ના ખેરખાં છે તેને અગાઉ પણ પોતાની મનપસંદ જગ્યાએ જ નોકરી કરી છે અને ધાર્યા પોસ્ટિંગ મેળવ્યા છે અને એટલું જ નહિ જો તેના કાર્યકાળ ઉઠાવી જોઈ લેવામાં આવે તો પોતે ધાર્યું ત્યાં જ નોકરી કરી છે એવું જ્યાં ફરજ પર હતાં ત્યાંના લોકોમાં ચર્ચા છે અને મોરબી જીલ્લામાં પણ કઈક એવું જ બન્યું છે તેમાં કોઈ શંકાએ સ્થાન નથી અને જો આ વાત હકીકત ના હોય તો તેની બદલી થયેલા ઓર્ડર જોઈ આ વાત પુરવાર થઈ જશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.પંરતુ એ તો પોતાની ફિલ્ડ ની વાત છે પણ આ ફિલ્ડ પ્રજા માટે છે એ ભૂલવું ન જોઈએ.મોરબી ક્રાઈમ બ્રાન્ચ કોઈ ચોક્કસ લોકોના કામ કરવા માટે ઊભી કરવામાં નથી આવી કે નથી તેને પોતાને મજા આવે એ લોકોના કામ કરવા માટે પીઆઈ બનાવવામાં આવ્યા નથી આ લોકો માટે છે અને ગુજરાત પોલીસ ની જગ્યા છે અને પ્રજા ના રૂપિયા માંથી તેઓને પગાર મળે છે એ તેઓને ભૂલવું ન જોઈએ.
SMC એ મોરબી ક્રાઇબ્રાન્ચે બ્રાન્ચ ઓફિસ થી ફકત સાત કિમી દૂર આવેલ ગોડાઉન માંથી આવડો મોટો જથ્થો પકડતા જ સ્થાનિક પોલીસ માં ફફડાટ વ્યાપી ગયો હતો તો લોકો માં પણ મોરબી એલસીબી ની જૂની કામગીરી પર સવાલો ઉભા થયા છે.મોરબી વાસીઓ ખૂબ સમજુ પ્રજા છે તેઓએ પણ SMC ની કામગીરીને વખાણી હતી પરંતુ બીજી બાજુ મોરબી એલસીબી અને સ્થાનિક પોલીસ કેમ આ ગોડાઉન ના પકડી શકી એ પણ મોટો સવાલ છે એવી ચર્ચાઓ પણ શેરીએ ગલીએ સાંભળવા મળી રહી છે.
મોરબી એલસીબી ટીમે ભૂતકાળ માં પટેલ સમાજ હોય ,બ્રાહમણ સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય તેની મહિલાઓ સાતમ આઠમ પર ફકત ટાઇમ પાસ કરવા પત્તે રેમે તો તેને નથી છોડી અને ફોટા પણ આપ્યા છે તો કેમ મોરબી એલસીબી ટીમ આવડા મોટા ગોડાઉન થી અજાણ રહી શું આ ગોડાઉન ની મોરબીના એલસીબી ના પીઆઈ અને તેના અંગત ને ખબર હતી ?? આવી ચર્ચાઓ પણ જોરશોર થી ચાલી રહી છે. ખેર ચર્ચાઓ કરવી એ લોકતાંત્રિક અધિકાર છે પરંતુ ચર્ચા સત્ય ના બની જાય એ પણ મહત્વની વાત છે.
હાલ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે આ ગુનાની તટસ્થ તપાસ માટે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ની આગેવાની માં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરી છે અને એ પરથી ગુનાની શું ગંભીરતા હશે આપ સમજી શકો છો ત્યારે આગામી સમયમાં આ ગોડાઉન માટે ફકત શું સ્થાનિક પોલીસ જ જવાબદાર છે કે પછી મોરબી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ની જવાબદારી ગણવામાં આવે છે તે જોવું રહ્યું .કેમ કે લોકોમાં ચર્ચા મુજબ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ડી એમ ઢોલ પોતાનું ધાર્યું કરવા માટે જાણીતા છે તો આગામી સમયમાં આ રેડમાં પોતાનો બચાવ કરવામાં પણ સફળ રહેશે કે કેમ એ મોટો પ્રશ્ન છે ? એટલે કે “લાગવગ એ જ લાયકાત ‘ આ ઉક્તિ મોરબી પોલીસ પરની કાર્યવાહીમાં લાગુ પડે છે કે કેમ એ જોવું રહ્યું.
હાલ તો સ્ટેટ મોનિટરીંગ સેલ નો આ રેલો ફકત મોરબી તાલુકા પોલીસ સુધી જ આવે છે કે પછી મોરબી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ અને તેની લાગુ પડતી અંગત ટીમને પણ આ રેડ માં જવાબદાર ગણવામાં આવશે એ જોવું રહ્યું કેમ કે ક્રાઈમ બ્રાન્ચ એ મોટો ભાઈ ગણાય છે જ્યારે સ્થાનિક પોલીસ ક્રાઈમ બ્રાન્ચ ને નારાજ કરી કાઇ કરી શકે નથી આ વાત હકીકત છે પણ હકીકત શું છે એ SIT ની તપાસ બાદ જાણવા મળશે .
આ રેડની ગંભીરતા એટલી હદે છે કે રાજ્યના ડીજીપી થી લઇ સ્ટેટ મોનિટરીંગ સેલ ના એસપી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે ટી કામરીયા પણ ક્યાંય કાચું ના કપાય તેના માટે ઝીણવટ ભરી નજર રાખી રહ્યા છે ત્યારે આગામી સમયમાં મોરબી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ પણ પોતાનો પોલિટિકલ બચાવ કરવા અને અધિકારીઓ સુધી સાચી ખોટી ચર્ચાઓ પહોંચાડવા ના પ્રયત્નો શરૂ કરી દીધા હોવાની લોકચર્ચા જોરશોર થી ચાલી રહી છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ઢોલ ની આ કારી કેટલી હદે ફાવશે તે તો આગામી સમય જ બતાવશે હાલ મોરબી જીલ્લામાં યુવાનોમાં વિદેશી દારૂ નો જંગી જથ્થો નશા માટે વિતરણ થાય એ પહેલાં આવડી મોટી રેડ કરી સ્ટેટ મોનીટરીંગ સેલે ગોલ્ડ મેડલ થી કમ કામગીરી નથી કરી એ માટે મોરબીવાસીઓએ પણ એસપી નિર્લિપ્ત રાય અને મોરબીના વતની ડીવાયએસપી કે.ટી.કામરીયા ને પણ મોરબીના વતની હોવાથી યુવાધન સુધી વિદેશી દારૂ પહોંચે એ પહેલા રોકી અનેક પરિવારો ના માળા વિખતા બચાવવા માટે ખૂબ પ્રશંસનિય કામગીરી કરતા મોરબી વાસીઓ માં પણ ઠેર ઠેર થી પ્રશંશનીય કામગીરીની ચર્ચા કરવામાં આવી રહી છે.