Monday, October 7, 2024
HomeGujaratરાજ્યમાં તા.૧પ જુલાઇથી ધોરણ-૧રનાં વર્ગો તથા કોલેજો થશે શરૂ

રાજ્યમાં તા.૧પ જુલાઇથી ધોરણ-૧રનાં વર્ગો તથા કોલેજો થશે શરૂ

વાલીઓની સંમતિ મેળવીને વર્ગો શરૂ થશે – વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં રાજ્યમાં ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧રના વર્ગો, કોલેજો અને ટેકનીકલ સંસ્થાનો તા.૧પમી જુલાઇ-ર૦ર૧, ગુરૂવારથી પ૦% કેપેસીટી સાથે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર કમિટીની બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ-૧ર ઉચ્ચત્તર માધ્યમીકની ૮૩૩૩ શાળાઓના ૬ લાખ ૮ર હજાર વિદ્યાર્થીઓ, સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાયનાન્સ અને યુનિવર્સિટીઓની કુલ ૧૬૦૯ ઉચ્ચશિક્ષણ સંસ્થાનોમાં ૮ લાખ ૮પ હજાર ર૦૬ વિદ્યાર્થીઓ તેમજ ઇજનેરી, ફાર્મસી અને પોલિટેકનીક કોલેજ મળીને કુલ ૪૮૯ ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓમાં ર લાખ ૭૮ હજાર ૮૪પ વિદ્યાર્થીઓ છે.

કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!