Monday, January 13, 2025
HomeGujaratમોરબીમાં સાવકા બાપે પાંચ વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ:મોરબી તાલુકા પોલીસે નરાધમ...

મોરબીમાં સાવકા બાપે પાંચ વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ:મોરબી તાલુકા પોલીસે નરાધમ સાવકા બાપને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

મોરબી જિલ્લામાં માનવતાને લજાવે તેવી ઘટના સામે આવી છે. નરાધમ સાવકા બાપે પાંચ વર્ષની ફુલ જેવી કોમળ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે ગણતરીની કલાકોમાં જ મોરબી તાલુકા પોલીસ દ્વારા નરાધમ ને પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા રોગ બનનાર બાળકીના માતા અન્ય રાજ્યમાંથી મજૂરી કામ કરવા માટે મોરબી આવ્યા હોય જે દરમિયાન તેમની માતાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામના રવિરાજ રાજેન્દ્ર થરેશા સાથે પ્રેમ થયો હોય બાદમાં આરોપી રવિવાર સાથે જ ભોગ બનનાર બાળકીની માતા સાથે રવિરાજ કારખાનાની ઓરડીમાં રહેવા લાગ્યો બાદ આરોપી રવિરાજ દ્વારા બાળકીને કારખાનાની બાજુની ઓરડીમાં લઈ જાય રૂમ બંધ કરી દુષ્કર્મ હોત હોય બાળકીને અસહ્ય પીળા ઉપાડતા નરાધમનો ભાંડો ફૂટ્યો હતો. દુષ્કર્મા આચરી નરાધમ રવિરાજ ઓરણીમાંથી ભાગી છુટ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ ભોગ બનનાર ની માતાએ આરોપી સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તે બાબતે કોઈ આધાર પુરાવા ન મળતા પોલીસ દ્વારા તેમના અસલ પતિ નો સંપર્ક કરવા નો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ સમગ્ર કિસ્સા થી મોરબીમાં ચકચાર મચી ગઈ છે. દાદા સમગ્ર કિસ્સો મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે મોરબી તાલુકા પોલીસ મથક ના પીઆઇ કે.એ.વાળા દ્વારા તાબડતોબ તપાસ શરૂ કરીને આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ગણતરીની કલાકોમાં જ મોરબી તાલુકા પોલીસ દ્વારા નરાધમ આરોપી રવિરાજ ને પકડી પાડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!