મોરબીમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંશિક લોકડાઉન તથા રાત્રિ કફર્યુ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાંથી લોકડાઉન, કોવિડ ગાઈડલાઇન્સ તથા જાહેરનામાનો ભંગ કરનારા કુલ ૨૯ જેટલા લોકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ.ડીવી. પોલીસે માસ્ક વગર જાહેરમાં નીકળેલા ૫ શખ્સો સામે, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરી બહાર નીકળેલા ૨ શખ્સો સામે, બી.ડીવી. પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૩ રિક્ષાચાલક સામે, મીની લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખતા ૧ દુકાનદાર સામે, માસ્કવિના જાહેરમાં ફરતા ૩ સામે, કરફ્યૂ ભંગ બદલ ૧ રિક્ષાચાલક સામે, કરફ્યૂમાં ખાસ કારણ વગર બહાર નીકળેલા ૧ સામે તથા મોરબી તાલુકા પોલીસે માસ્ક પહેર્યા વિના તથા વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા ૨ રિક્ષાચાલક સામે જ્યારે વાંકાનેર સીટી. પો.સ્ટે. વિસ્તારમાં માસ્કવિના, માસ્કનો દંડ આપવાનો વિરોધ કરનાર ૩ દુકાનદાર સામે, જાહેરમાં માસ્ક વિના નીકળેલા ૧ નાગરિક સામે, નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડવા બદલ ૧ રિક્ષાચાલક સામે, વાંકાનેર તાલુકા પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા ૧ રીક્ષા ચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળેલા ૧ શખ્સ સામે તથા માળીયા મિયાણા પોલીસે કોવિડ રિપોર્ટ કરાવ્યા વિના તથા વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા ૩ રિક્ષાચાલક સામે, હળવદ પોલીસે કોરોના રિપોર્ટ કરાવ્યા વગર રીક્ષા ચલાવતા ૧ ચાલક સામે જાહેરનામાં ભંગ કરવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી હતી.