મોરબીમાં આઔધોગિક વિકાસ તો થઈ રહ્યો છે અને સ્વાભાવિક છે કે આ વિકાસ ની સાથે સાથે દેશ વિદેશ થી મોરબીમાં લોકોનું આવગમન પણ વધવાનું છે જેથી એ મહેમાનોને રિલેક્સ કરવા મોરબીમાં ઠેક ઠેકાણે સ્પા ખુલવા મંડ્યા છે .પરન્તુ આ રિલેક્સ થવા માટે શરૂ કરાયેલા સ્પા માં બંધ બારણે અનેક ગોરખધંધા આ સ્પાના માલિકો કરવી રહ્યા છે મોરબીમાં આજથી અમુક વર્ષો પહેલા’ સ્પા ‘ નામની એક પણ દુકાન હતી નહિ પરંતુ છેલ્લા અમુક વર્ષમાં ઢગલાબંધ સ્પા ખુલવા મંડ્યા છે.
પરન્તુ નૈતિકતા થી વ્યવસાય કરવો એ વાત સાચી છે સ્પા પણ એક વ્યવસાય છે પરંતુ એ જ સ્પાના નામની આડમાં દેહ વ્યાપાર-શરાબની મહેફિલ જેવા ગોરખ ધંધા કરવા એ સમાજને બરબાદ કરવાનું કામ કરે છે અને બહારના મહેમાનો કરતા મોરબી ના યુવાનો આ સ્પામાં વધુ બરબાદ થઈ રહ્યા છે યુવાનો મ દુષણ ફેલાઈ રહ્યું છે યુવાનોઆ ખરાબ આદત થી ટેવાઈ ને વ્યાજના વિષ ચક્રમાં ફસાઇ છે તથા અમુક યુવાનોતો બ્લેક મેલ પણ થાય એવા કિસ્સા પણ દેશમાં અનેક જગ્યાર બનેલા છે પછી યુવાનો કા તો મૃત્યુ નો રરસ્તો અપનાવે છે અથવા તો ગુનાખોરી જે બન્ને સમાજ માટે નુકશાન કારક છે.
આવા સ્પામાં બહાર થી યુવતીઓને નોકરી પર રાખવામાં આવે છે પછી સ્પા મસાજ કરાવવા આવતા લોકોને ‘સ્પેશિયલ મસાજ’ની ઓફર આપી દેહ વ્યાપાર કરવામાં આવે છે અને આવી બહારથી આવતી મહિલાઓ ના પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન પણ કરાવવામાં આવતા નથી તેઓ ક્યાં રહે છે તેમની ઓળખ સુદ્ધા કોઈ પાસે હોતી નથી અને સ્પા ના મેનેજર પણ મોટે ભાગે બહાર ગામના હોય છે જેના પર મોરબી પોલીસ દ્વારા કડક નિયંત્રણ કરવું હવે જરૂર બન્યું છે.જેથી ભવિષ્યમાં જો કોઈ ગંભીર ગુનો બને તો આવા સ્પામાં કામ કરતા લોકોને શોધવમ સરળતા રહે તે માટે પણ હવે આ સ્પા સંચાલકો વિગતો રજીસ્ટર કરાવે અને સમયાંતરે સ્પામાં સર્ચ કરવું અત્યંત જરૂરી બની ગયું છે .