Thursday, January 23, 2025
HomeGujaratહોમ આઇસોલેશનના નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે

હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ કડક કાર્યવાહી કરવા આપ્યા નિર્દેશ

- Advertisement -
- Advertisement -

કોરોના સંક્રમણને વધુ ફેલાતું રોકવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર વિવિધ પગલાં લઇ રહી છે. કોરોના સંક્રમિત દર્દીને પરિસ્થિતિ અનુકૂળ હોય તો હોમ આઇસોલેશનની પણ છૂટ આપવામાં આવી રહી છે પરંતુ હાલમાં હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને સુચના આપી છે.

જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શુક્રવારે મળેલ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ કરનાર દર્દીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ એપેન્ડેમીક એક્ટ હેઠળ કડક હાથે કાર્યવાહી કરવા નિર્દેશો આપ્યા છે.

જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ પણ આ બેઠકમાં મોરબી જિલ્લામાં માસ્ક ન પહેરનાર લોકો વિરુદ્ધ દંડ વસુલાતની કાર્યવાહી વધુ સઘન બનાવવા સુચના આપી હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરનારનો RTPCR રિપોર્ટ આવે ત્યાં સુધી કોવીડ કેર સેન્ટરમાં રાખવા અંગે વિચારણા કરવા પણ નિર્દેશો આપ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાએ આરોગ્યલક્ષી કામગીરી વધુ સઘન બનાવવા તેમજ હોસ્પિટલોની સુવિધા અંગે પણ વિસ્તારપૂર્વક ચર્ચા હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!