મોરબી જિલ્લામાં હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રી કર્ફયુ તથા લોકડાઉન લગાવવામાં આવેલ છે ત્યારે કલેકટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાયની દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ જાહેરનામા તથા કોરોના ગાઈડલાઇનની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે આ જાહેરનામા તથા કોરોના ગાઈડલાઇનનો ભંગ કરતા ૩૧ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મોરબી સીટી એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં માસ્ક વિના જાહેરમાં ફરતા ૬, મીની લોકડાઉનનો ભંગ કરી કાપડની દુકાન ખુલ્લી રાખતા ૧, ગાંઠિયાની રેંકડી ખુલ્લી રાખતા ૨ સામે જ્યારે બી.ડીવી.પો. સ્ટે. વિસ્તારમાં શાકભાજીની રેંકડી પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૧ ધંધાર્થી, મીની લોકડાઉનનો ભંગ કરી રેડીમેઈડ કાપડની દુકાન તેમજ અન્ય દુકાનો ખુલ્લી રાખતા ૪, ઓટો રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ ૧ રીક્ષાચાલક, કર્ફ્યૂભંગ કરવા બદલ ૪ સામે જ્યારે મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા ૧ રિક્ષાચાલક સામે જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા ૧, દુકાનમાં માસ્ક પહેર્યા વગર વેપાર કરતા અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાનો ભંગ કરતાં ૧ ધંધાર્થી, ૧ રેંકડી ધારક, વધુ પેસેન્જર બેસાડવા બદલ ૧ રિક્ષાચાલક સામે, વાંકાનેર તાલુકા પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટનસના નિયમભંગ બદલ ૧ રિક્ષાચાલક સામે તથા માળીયા મિયાણા પોલીસે ૨ રીક્ષાચાલક, ૧ બોલેરો પિક અપ વાહનના ચાલક સામે જ્યારે ટંકારા પોલીસે આર. ટી. પી.સી.આર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ રાખ્યા વિના શાકભાજીનો વેપાર કરતા ૧ રેંકડીધારક સામે અને હળવદ પોલીસે વધુ પેસેન્જર બેસાડવા બદલ ૨ રિક્ષાચાલક સામે જાહેરનામાંભંગની વિવિધ કલમ અને એપિડેમીક એકટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.