કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોરબીમાં રાત્રી કર્ફયુ તથા આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા પણ કોરોના ગાઈડલાઇન્સ તથા કર્ફયુની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે શુક્રવારે દિવસ રાત દરમ્યાન મોરબી જિલ્લાના તાલુકાઓમાં આ ગાઈડલાઇન્સ તથા જાહેરનામાનું ઉલ્લંઘન કરતા ૨૬ લોકો સામે વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી. એ. ડિવિઝન પોલીસે માસ્ક વિના જાહેરમાં ફરતા ૪, મોરબી સીટી. બી. ડિવિઝન પોલીસે મીની લોકડાઉન દરમ્યાન આવશ્યક ન હોય એવી ચીજ વસ્તુની દુકાન ખુલ્લી રાખવા બદલ ૨, નિયમ કરતા વધુ પેસેન્જર રિક્ષામાં બેસાડવા બદલ ૧, રાત્રી કરફ્યૂ દરમ્યાન અગત્યના કામવિના બહાર ફરતા ૪ નાગરિકો સામે તથા મોરબી તાલુકા પોલીસે માસ્કવિના તથા વધુ પેસેન્જર બેસાડનાર ૨ રીક્ષાચાલક, જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્કવિના તેમજ વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા ૨ રિક્ષાચાલક સામે, દુકાનમાં માસ્કવિના બેસીને તથા માસ્ક નિયમના ભંગનો દંડ આપવાની આનાકાની કરનાર ૧ સામે, વાંકાનેર તાલુકા પોલીસે વધુ પેસેન્જર સાથેના ૨ રીક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં ફરતા ૧ સામે તથા માળીયા મિયાણા પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર દુકાને બેસીને વ્યાપાર કરતા ૨ દુકાનદાર સામે જ્યારે ટંકારા પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર દુકાને બેસીને વ્યાપાર કરતા ૧ દુકાનદાર સામે, વધુ પેસેન્જર બેસાડી તથા માસ્ક પહેર્યા વગર કાર ચલાવતા ૧ અને ૨ રિક્ષાચાલક સામે, હળવદ પોલીસે ચાની લારી પર વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ ૧ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.