Sunday, December 22, 2024
HomeGujaratકોરોનાને નાથવા મહંતની ૧૬ દિવસ સુધી એક પગે ઉભા રહી કઠોર સાધના,...

કોરોનાને નાથવા મહંતની ૧૬ દિવસ સુધી એક પગે ઉભા રહી કઠોર સાધના, આજે ૧૧મો દિવસ

મૂળ બનાસકાંઠાના થરાના વતની અને હળવદના માથક ગામે આવેલ રાણાબાપાના આશ્રમમાં આશ્રય મેળવતા મહંત રતનપુરી કેદારપુરીએ હાલ કોરોના મહામારીનો દેશ જ નહીં પુરા વિશ્વમાં અંત આવે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરવા મોરબીના કોઠાવાળા મચ્છુ માતાજીના મંદિર ઘાટે અન્નનો ત્યાગ કરી કઠોર સાધના શરૂ કરી છે.આ મહંત ગત તા.૨૭ એપ્રિલથી અન્નનો ત્યાગ કરી ૨૪ કલાક સુધી ઉભા પગે રહીને આગામી તા.૧૨ મે એટલે કે લગાતાર ૧૬ દિવસ સુધી કઠોર સાધના કરીને ભગવાન સમક્ષ કોરોનાની મહામારીને જડમૂળથી ઉખાડી ફેંકવાની પ્રાર્થના કરી રહ્યા છે. આજે તેમની આ કઠોર સાધનાનો ૧૧મો દિવસ છે ત્યારે કઠોર તપસ્યા કરતા આ મહંત કહે છે કે,લોકોએ કોરોનાથી ડરવાની જરાય જરૂર નથી. તમામ પ્રકારની સાવચેતી રાખીને દવા કરવામાં જરાય કસર ન રાખો. દવા સાથે દુઆ પણ જરૂરી છે ઈશ્વરની સાચા મનથી દુઆ કરીએ તો આપણે હમેશા સ્વસ્થ રહીશું. સાચા સંત હમેશા સમાજનું ભલું ઈચ્છે છે આથી તેઓએ સમાજ આ રોગની પીડામાંથી મુક્ત થાય તે માટે ઈશ્વર સમક્ષ કઠોર સાધના કરી છે એટલું જ નહીં ૧૬ દિવસની આ કઠોર સાધના બાદ મોરબીથી ચાલીને હળવદના માથક ગામે આવેલ આશ્રમે પહોંચશે અને ત્યાંથી બનાસકાંઠાના થરા ગામે ચાલીને પહોંચ્યા બાદ જ અન્ન ગ્રહણ કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!