આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે હળવદમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ વિષય ઉપર ચાર સ્પર્ધા જેવી કે વકતૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,નિબંધ લેખન સ્પર્ધા અને દેશભક્તિ કાવ્ય સ્પર્ધાનું સુંદર આયોજન થયું હતું. જેમાં સમગ્ર હળવદ તાલુકાની શાળાના સી.આર.સી કક્ષાએ વિજેતા થયેલા કુલ ચાર સ્પર્ધામાં 40 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને બી.આર.સી પ્રવિણસિંહના ઉદબોધન બાદ તમામ સ્પર્ધાઓ શરુ થઇ હતી જેમાં પે.શાળા નંબર-4 હળવદનો ધોરણ 7 માં ભણતો રાઠોડ ગૌરવ રમેશભાઈ આભમાં ઉગેલ ચાંદલો…શિવાજીનું હાલરડું ગાઈને કાવ્યગાન સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ ક્રમે વિજેતા થયો હતો જ્યારેનિબંધ લેખન સ્પર્ધા સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓની કથાઓ વિષય ઉપર નિબંધ લખીને ધોરણ 8ની પઢીયાર મીનલબા ઇન્દ્રવિજયસિંહ પ્રથમ ક્રમે વિજેતા થયેલ તથા અન્ય એક વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ 8 ની બાળા પારેજીયા વિશ્વાબેન ડી. બીજા ક્રમે આવીને શાળાનું નામ રોશન કરેલ છે પ્રથમ ક્રમે આવેલ બંને વિદ્યાર્થીઓ આગામી સમયમાં મોરબી જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે જે બદલ બંને બાળકો જિલ્લા કક્ષાએ હળવદ તાલુકાનું નામ રોશન કરે એવા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.