માસૂમ ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે વિવિધ સંસ્થાઓ કામે લાગી છે અને સૌ કોઈ યથાશક્તિ ફાળો આપી ધૈર્યરાજસિંહને ફાળો આપી રહ્યા છે ત્યારે મોરબીની પટેલ મહિલા કોલેજના શિવશક્તિ ગ્રુપ દ્વારા ધૈર્યરાજસિંહનાં ઈલાજ માટે રૂ. ૧૨ હજારની મદદ કરવામાં આવી છે.
ધૈર્યરાજસિંહ રાઠોડની ગંભીર બીમારીના ઈલાજ માટે મોરબીની આર ઓ પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મદદ કરવામાં આવી છે શિવ શક્તિ ગ્રુપ દ્વારા ૧૨ હજારની રકમ મોરબી જીલ્લા કરણી સેના પ્રમુખને સોપવામાં આવી છે.