મોરબી નગરપાલિકા પ્રમુખના પતિ વિવાદમાં સપડાયા છે. મોરબીના પંચાસર રોડ પરના વિસ્તારનો પ્રશ્ન હલ ન થતા જાગૃત નાગરિકે વોટ્સ એપ ગ્રુપના માધ્યમથી પ્રશ્નની રજુઆત કરી આથી આથી પ્રમુખ પતિએ પિત્તો ગુમાવી યુવાનને ધમકી આપી બીભત્સ ગાળો આપી હોવાની એસપીને રજુઆત કરાઈ છે.
મોરબીના પંચાસરા રોડ પર રોલા રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા ડાભી સુરેશ દેવકરણ નામના વ્યક્તિ એસપીને ફરિયાદ કરી જણાવ્યું કે પોતાના વિસ્તારના પ્રશ્ન અંગે તેઓએ
મોરબી પાલિકાના પ્રમુખ ગીતાબેનના પતિ કરમશીભાઈ પરમારને વોર્ડમા કામગીરી કરવાનું કહેતા ગત તા.૧૬/૦૩/૨૦૨૨ ના રોજ પ્રમુખ પતિએ તેને ફોન કરી ધમકી આપી હતી. આ ડખખાને લઈને અરજદાર સુરેશ ડાભીએ પોતાના જીવને જોખમ હોય અને ખોટી ફરિયાદ થવાની ભીતિ હોવાની જીલ્લા પોલીસ વડાને કરેલ લેખિત અરજીમાં રાવ ઉઠાવી છે. અરજદારે ઓડિયો કલીપ સાથે લેખિત અરજી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બાબતે ફરિયાદીના પોતાના જે પ્રશ્નો હતા તેનું સમસ્યાનું નિવારણ થતું ન હોય તે બાબતે વોટ્સએપ ગૃપમાં પ્રશ્ન કરેલ હોય જેથી મોરબી નગરપાલિકા પ્રમુખ ગીતાબેનના પતિ કરમશીભાઈ પર મારે ગ્રુપમાં જોડાયેલા હોય અને ઉશ્કેરાઇ જઇને આ ફરિયાદીને ફોન કરીને ધમકી આપી હતી જેમાં તું ક્યાં છો તું એક વખત મને તારું સરનામું દે એટલે હમણાં તને જોઈ લો ધમકી આપવાની ફરિયાદ કરાઈ છે