Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાંથી રીક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતી બે મહિલા સહિત ચારની ટોળકી...

મોરબીમાંથી રીક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતી બે મહિલા સહિત ચારની ટોળકી ઝડપાઇ

રીક્ષામા મુસાફરી કરતા પહેલા સો વખત વિચારવા જેવો અને જાગૃત રહેવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમા પેસેન્જરને બેસાડી તેના ધ્યાન બહાર નાણાં સેરવી લેતી બે મહિલા સહિત ચાર લોકોની ટોળકીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ચોરાઉ મુદામાલ પરત કરાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાંથી ગઈકાલે તા.૧૭ ના રોજ બપોરના સમયે સી.એન.જી રીક્ષામા બેસેલ પેસેન્જર અબ્બાસભાઇ દાઉદભાઇ જરગેરા (રહે, ચુડા જોરાવપરા) ની નજર ચૂકવી રીક્ષાની પાછળની સીટમા બેઠેલ બે સ્ત્રી તથા એક પુરૂષએ ખીસ્સામાથી રોકડ રૂ .૧,૦,૯૦૦૦ ની રકમ સેરવી લીધી હતી.આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી રીક્ષાને શોધવા કવાયત આદરી હતી જેમાં સી.સી.ટી.વી. નેત્રમ કેમેરાની મદદથી સી.એન.જી રીક્ષા મોરબી શહેરના અલગ અલગ રોડ ઉપરથી પસાર થતી નજરે પડી હતી.જે વેળાએ મોરબી ધુનડા રોડ તરફથી સીએન.જી રીક્ષા શનાળા રાજપર ચોકડીએ આવતા પોલીસે સી.એન.જી રીક્ષાની તલાશી લીધી હતી.આ દરમિયાન મળી આવેલ આરોપી કાજલબેન ઉર્ફે રેખાબેન કિશનભાઇ દેત્રોજા, રેખાબેન પ્રતાપભાઇ પરમાર મહેશભાઇ જયંતીભાઇ પીઠડીયા અને નવઘણભાઇ માત્રાભાઇ મુંધવા (રહે. તમામ રાજકોટ) નામના શખ્સો ઝડપાયા હતા.જેની પૂછપરછ હાથ ધરતા તેઓએ મોરબી જુના બસસ્ટેન્ડથી એક મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા કાઢી લીધેલ હોવાની કબૂલાત આપી હતી.આથી પોલીસે આરોપીઓ પાસેથી ચોરાઉ રોકડ રૂ .૧,૦,૯૦૦૦, સી.એન.જી રીક્ષા કિ.રૂ .૫૦૦૦૦ સહિત કુલ રૂ .૧,૫૯,૦૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓની ઊંડી તપાસમાં આરોપીઓ અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યાનું સામે આવ્યું છે.

આ કામગીરીમાં પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ એમ.પી.સોનારા, એએસાઈ, કિશોરદાન ગઢવી, રામભાઇ મંઢ, ચકુભાઇ કરોતરા , આશિફભાઇ ચાણકીયા , હસમુખભાઇ પરમાર , અરજણભાઇ ગરીયા , તેજાભાઇ ગરચર , શકિતસિંહ પરમાર તથા પુનમબેન ચૌધરી સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!