ધો.૧ થી ૫ ના બાળકો માટે અડતાલીસ દિવસના માત્ર અઢી કિલ્લો ઘઉં અને અઢી કિલ્લો ચોખા તેમજ ધો.૬ થી ૮ ના બાળકોને સાડા ત્રણ કિલ્લો ઘઉં અને સાડા ત્રણ કિલ્લો ચોખાનું હાલ પૂરતું વિતરણ મોકૂફ રાખવા રજુઆત કરાઈ
મોરબી : હાલમાં કોરોના મહામારીના કારણે શાળાઓ ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ હોય, મધ્યાહ્નન ભોજન શાળામાં આપવાનું બંધ હોવાથી દર માસે બાળકોને શાળામાંથી ઘઉં-ચોખા આપવામાં આવે છે, એ મુજબ હમણાં જ એમ.ડી. એમ.ફૂડસિક્યોરિટી અનાજ વિતરણનો પત્ર થયેલ છે. હાલ મોરબીમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે બાળકોને પણ કોરોના થઈ રહ્યો છે. મોરબીમાં ઘણા બધા શિક્ષકો કોરોનાની ઝપટમાં આવેલ છે અને હોસ્પિટલમાં પણ દાખલ છે કેટલાક શિક્ષકોના મૃત્યુ પણ થયા છે, અનેક બાળકો અને ગ્રામજનો વાલીઓ પણ કોરોનાથી સંક્રમિત છે ત્યારે એમ.ડી.એમ. અનાજ વિતરણ કરવાથી ધો ૧ થી ૫ ના બાળકોને અઢી કિલો અને ધો.૬ થી ૮ ના બાળકોને સાડા ત્રણ કિલો જેટલું અનાજ જીવના જોખમે વિતરણ કરવાથી બાળકો અને શિક્ષકો સંક્રમિત થવાના જોખમ રહેલું છે જો શરીર સારું હશે તો બધું થશે એ બાબતને ધ્યાને લઈ હાલનું અનાજ વિતરણ મુલતવી રહે અને જ્યારે વિતરણ કરવાનું થાય ત્યારે અનાજ શાળા સુધી પહોંચાડવામાં આવે અથવા અન્ય તાલુકાની જેમ શાળા કક્ષાએથી કુપન આપી જેમ વાલીઓ સસ્તા અનાજની દુકાનેથી પોતાનું ઘરનું રાશન લઈ આવે છે એની સાથે પોતાના બાળકોનું પણ લઈ આવે, અત્યાર સુધીના અનાજ ઉપાડવાનું ઉતારવાનું અને શાળા સુધી પહોંચાડવાનું વાહન ભાડું દરેક આચાર્યોએ આશરે દશ હજાર જેટલી રકમનું રોકાણ કરેલ છે જે મળેલ નથી માટે આ બાબતે યોગ્ય કરવાની રજુઆત મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમજ તમામ આચાર્યોએ રજુઆત કરેલ છે.